ખુશખબરી: દિવાળી પહેલા મફતમાં 2-2 સિલિન્ડર મળશે, CNG અને PNGના ભાવમાં પણ…..જાણીને ખુશખુશાલ થઇ જશો

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે. ત્યારે મોંઘવારીના કારણે ઘણા લોકોની દિવાળી ફિક્કી પણ લાગતી હોય છે, પરંતુ હાલ ગુજરાત સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી રહી છે જેને સાંભળીને ગુજરાતીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આ જાહેરાતને ગુજરાતીઓ સરકાર તરફથી દિવાળીની ભેટ માની રહ્યા છે.

સરકારે તહેવાર પહેલા જ રાજ્યના 38 લાખ LPG ધારકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરતા જણાવવામાં આવ્યું કે ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલેન્ડર મફત આપવામાં આવશે. જેમાં ગેસ સિલેન્ડર માટેની રકમ સીધી જ ખાતામાં જમા થશે. ગેસ સિલેન્ડર માટે કુલ 650 કરોડની રાહત આપવામાં આવશે.

આ ઉપરાંત રીક્ષા ચાલકો અને CNG કાર ચાલકો માટે પણ એક મહત્વની ખુશ ખબરી આપી છે. જેમાં રાજ્યની અંદર CNG અને PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો પણ કરવામાં આવ્યો છે. આ ખબરથી પણ મધ્યમવર્ગના લોકોમાં ખુશીનો માહોલ ફરી વળ્યો છે. તહેવારો પહેલા જ રાજ્ય સરકારે રાહતોના કોથળા ખોલી નાખવામાં આવ્યા છે.

બીજી તરફ થોડા જ સમયમાં ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી પણ યોજાવવાની છે, જેને લઈને પણ પ્રચાર પ્રસાર તેજ બન્યો છે. આ દરમિયાન સત્તા પક્ષ અને વિરોધ પક્ષ પણ જનતાને પોતાની તરફ આકર્ષિત કરવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. હાલ સરકાર દ્વારા LPG ગેસ અને CNG-PNGના ભાવમાં કરેલો આ ઘટાડો રાહતના સમાચાર લઈને આવ્યો છે.

Niraj Patel