સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે આ ક્યૂટ બાળકોના વીડિયો, 7 વર્ષ સ્કૂલ બંધ કરવી પડે તો પણ બલિદાન આપવા તૈયાર

દેશભરમાં કોરોના મહામારીના કારણે હાહાકાર મચી ગયો છે. છેલ્લા એકવર્ષથી ઘણા લોકો આ બીમારીની ચપેટમાં આવી ગયા તો ઘણા લોકો મોતને પણ ભેટ્યા. કોરોનાના કારણે સ્કૂલો પણ બંધ કરવામાં આવી અને પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી. આવા સમયમાં ઘણા વીડિયો અને મીમ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બે બાળકો બલિદાન આપવાની વાત કહે છે, તેમનો ક્યૂટ અંદાજ જોઈને જોનાર પણ ખુબ જ ખુશ થઇ જાય છે.

15 સેકેંડનના આ વીડિયોની અંદર બે નાના બાળકો દેખાઈ રહ્યા છે. એકે કાળા રંગની ટી શર્ટ પહેરી છે તો બીજાએ પીળા રંગનું શર્ટ પહેર્યું છે. વીડિયોની શરૂઆતમાં કાળી ટી શર્ટ પહેરેલું બાળક કહે છે કોરોના સામે લડવા માટે અમારો અભ્યાસ કુરબાન કરવો પડે તો પણ મોદીજી અમે તૈયાર છીએ.

તો તેના બાદ પીળા શર્ટ વાળો છોકરો પણ પોતાના મનની વાત જણાવે છે. તે કહે છે. જો સાત વર્ષ પણ સ્કૂલ બંધ કરવી પડે તો અમે આ બલિદાન આપવા માટે તૈયાર છે. આ બંને બાળકોના ક્યૂટ હવે ભાવ અને બોલવાની અદા લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. તમે પણ જુઓ આ ક્યૂટ વીડિયોને…

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel