મનોરંજન

અક્ષય કુમારની દીકરી નિતારા ફ્રૉકમાં લાગી એકદમ ક્યૂટ, ટ્વીન્કલ ખન્ના અને આરવ શોર્ટ્સ પહેરેલા જોવા મળ્યા

બોલીવુડના ખિલાડી એવા અક્ષય કુમાર વર્ષમાં ત્રણ થી ચાર ફિલ્મો કરે છે, અને તે સૌથી વધુ ફિલ્મો કરનારા અભિનેતા પણ માનવામાં આવે છે. જ્યારે પત્ની ટ્વીન્કલ ખન્ના ફિલ્મોથી દૂર પોતાના બાળકો સાથે સમય વિતાવે છે, જો કે ટ્વીન્કલ એક રાઇટર પણ છે.

Image Source

તાજેતરમાં જ ટ્વીન્કલ ખન્નાને બંને બાળકો આરવ અને નિતારા સાથે ગેટ વે ઓફ ઇન્ડિયાની નજીક સ્પોટ કરવામાં આવ્યા હતા. આ સમયે પરિવારે ખુબ જ આરામદાયક કપડા પહેરવાનું પસંદ કર્યું હતું.

Image Source

ટ્વીન્કલ ખન્નાએ શોર્ટ્સ અને વ્હાઇટ ટોપ પહેર્યું હતું જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. આ લુકની સાથે ટ્વિન્કલે હાઈ બન બનાવ્યું હતું અને બ્લેક ચશ્મા અને બ્લેક માસ્ક પણ પહેર્યું હતું. ટ્વિન્કલે ગળામાં ગોલ્ડન ચેન પહેર્યો હતો અને અને ઓરેન્જ બેગ પણ કૈરી કર્યું હતું.

Image Source

જ્યારે આરવ કુમાર વ્હાઇટ શોર્ટ્સ અને બ્લેક ટીશર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. આ લુકની સાથે આરવે વ્હાઇટ શૂઝ અને વ્હાઇટ માસ્ક પહેર્યું હતું, જેમાં તે ખુબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. જો કે દર્શકોનું ધ્યાન અક્ષયની લાડલી નિતારા તરફ વધારે ગયું હતું.

Image Source

આ દરમિયાન નિતારાએ ક્યૂટ વ્હાઇટ ફ્રોક પહેરી રાખ્યું હતું જેમા નિતારા એકદમ ક્યુટી લાગી રહી હતી. આ લુક સાથે મમ્મી ટ્વિન્કલે નિતારાને ક્યૂટ હેર બેન્ડ, વ્હાઇટ માસ્ક અને વ્હાઇટ શૂઝ પહેરાવ્યા હતા.

Image Source

પરિવારને આવા લુકમાં જોતા માનવામાં આવી રહ્યું છે કે તેઓ પીકનીકની મજા માણવા માટે પહોંચ્યા છે. ટ્વિંન્કલ સાથે અમુક અન્ય લોકો પણ દેખાઈ રહ્યા છે. આરવ નાની બહેન નીતારાનો હાથ પકડીને ચાલતો જોવા મળ્યો હતો અને તેનું ખુબ ધ્યાન રાખતો જોવા મળ્યો હતો, જે દર્શકોને ખુબ પસંદ આવ્યું હતું.