ઘણા લોકો પોતાને વધુ સુંદર બનાવવા માટે અલગ અલગ સર્જરી કરાવતા હોય છે અને તેમાં પણ ફિલ્મ અને ટીવી જગતના સિતારાઓ તો પોતાને એન્ટરટેટમેન્ટની દુનિયામાં ટકાવી રાખવા માટે આવી સર્જરીનો સહારો લેતા હોય છે.

ઘણીવાર આવી સર્જરીના કારણે દેખાવ તો બદલાય છે પરંતુ લાંબા ગાળે તે નુકશાન કારક પણ સાબિત થતી હોય છે. આવું જ હાલ એક ટીવી અભિનેત્રી સાથે થયેલું જોવા મળ્યું છે, જેને સુંદર દેખાવવા માટે નાકની સર્જરી કરાવી હતી, પરંતુ હવે તેનું નાક સડવા લાગ્યું છે.

ડેઇલી મેલના રોપોર્ટ પ્રમાણે 29 વર્ષની રિયાલિટી ટીવી સ્ટાર એનાસ્તસિયા બલિંસ્કયા બેલારુસની રહેવાસી છે. તેને થોડા સમય પહેલા જ નાકની કોસ્મેટિક સર્જરી કરાવી હતી, પરંતુ હવે તેનું નાક સડી રહ્યું છે અને તેના કારણે સોશિયલ મીડિયા ઉપર તેને ચાહકોને મદદ કરવા માટે અપીલ કરી છે અને પૈસા દાન કરવાની વાત જણાવી છે.

એનાસ્તસિયાએ જણાવ્યું છે કે સર્જરીમાં ગડબડી થવાના કારણે તેની સાથે આ સમસ્યા શરૂ થઇ ગઈ છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના નાકના સડવાની તસવીરો શેર કરી છે.

ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ શેર કરવાની સાથે જ એનાસ્તસિયાએ જણાવ્યું છે કે તેના નાકમાં ખુબ જ સોજા આવી ગયા છે. તેને એમ પણ કહ્યું છે કે કોસ્મેટિક સર્જરી કરાવે ઘણા વર્ષો થઇ ચુક્યા છે. પરંતુ હવે નાક બચાવવા માટે તેને મોડું કર્યા વગર જ ફરી સર્જરી કરાવવાની જરૂર છે.

આ રિયાલિટી ટીવી સ્તરનું કહેવું છે કે ડોક્ટર દ્વારા તેને જણાવવામાં આવ્યું છે કે તેની પાસે નાક બચાવવા માટે એકથી બે મહિનાનો જ સમય છે. જો તેની કરેક્ટીવ સર્જરી ના થઇ તો તેનું નાક સંપૂર્ણ રીતે સડી જશે. હકીકતમાં નાકની અંદર કરવામાં આવેલા એક ઇમ્પ્લાન્ટના કારણે યુવતીના શરીરમાં રિએક્શન થઇ ગયું હતું.

એનાસ્તસિયાએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના ચાહકો સમક્ષ પોતાની તકલીફ શેર કરવાની સાથે લખ્યું છે કે, તેની પાસે ટ્રીટમેન્ટ માટે પૂરતા પૈસા નથી અને તે લોન પણ નથી લઇ શકતી. તેને પોતાને પ્લાસ્ટિક સર્જરીની પીડિત જણાવતા ચાહકો પાસે મદદ માંગી છે.