ના કોરોનાની ત્રીજી લહેરની ચિંતા, ના છે નિયમોનો કોઈ ડર, આ ધોધમાં નાહવા માટે લાગી હજારો લોકોની ભીડ

દેશભરમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઓછો થવાની સાથે જ લોકો હવે ફરવા માટે નીકળી ગયા છે, ઠેર ઠેર ધાર્મિક અને પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઉભરાવવા લાગ્યા છે, ત્યારે લોકોને હવે આવનાર કોરોનાની ત્રીજી લહેરનો જરા પણ ડર નથી રહ્યો તેમ લાગી રહ્યું છે, ના તેમને નિયમોની કોઈ ચિતા છે. સોશિયલ મીડિયામાં લોકોની ભીડ ભેગી થયેલા ઘણા સ્થળોની તસવીરો વાયરલ થઇ રહી છે.

ત્યારે હાલમાં એક વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ઝરણાં કિનારે હજારોની સંખ્યામાં લોકો નહાતા દેખાઈ રહ્યા છે.સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો ઉત્તરાખંડના મસુરીનો હોવાનું સામે આવ્યું છે.

મસૂરીના કેમ્પ્ટી ઝરણા ઉપર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ નહાવા માટે પહોંચ્યા હતા. અહીંયા ના કોઈ સોશિયલ ડિસ્ટન્સ કે ના કોઈએ માસ્ક પહેર્યું હતું. દરેક વ્યક્તિ ફક્ત પોતાની મસ્તીની અંદર જ રાચતો જોવા મળી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વાયરલ થઇ રહેલા વીડિયોને જોઈને તો એક સમય તમને પણ એવું જ લાગી જશે કે આ કોરોના કાળ પહેલાનો વીડિયો હશે, પરંતુ આ વીડિયો હાલનો જ છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવાની સાથે જ ઘણા લોકો કોમેન્ટમાં પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે અને ત્રીજી લહેરને નિમંત્રણ આપવા માટે આવા લોકોને જ જવાબદાર પણ માની રહ્યા છે.

Niraj Patel