ખુશખબરી: આ ગુજરાતી પટેલ સુંદર યુવતી સાથે પોપટલાલ લગ્નના બંધનમાં બાંધવા જઈ રહ્યા છે, જુઓ ખુબસુરત તસવીરો

સ્ટાઇલમાં નંબર વન છે પોપટલાલની થવાવાળી દુલ્હનિયા, મળો શોની નવી એન્ટ્રી ખુશ્બુ પટેલને…

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો” ટીવીનો લોકપ્રિય અનો કોમેડી શો છે. આ શોએ છેલ્લા 14 વર્ષથી દર્શકોના દિલમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યુ છે. આ શોના બધા પાત્રોએ દર્શકો વચ્ચે પણ પોતાની એક ખાસ અને અલગ ઓળખ બનાવી છે. ત્યારે ઘણા વર્ષોથી દર્શકો શોના પોપટલાલના લગ્નની રાહ જોઇ રહ્યા છે. તો હવે તમને જણાવી દઇએ કે, જલ્દી જ પોપટલાલના લગ્ન થવાના છે.

પોપટલાલના લગ્ન નક્કી થઇ ગયા છે અને પોપટલાલને આટલા વર્ષો સુધી જેની પ્રતિક્ષા હતી તે હવે તેના સામે આવી ચૂકી છે. બંનેએ લગ્ન માટે હા કહી દીધી છે અને હવે બસ તેમના લગ્ન થવા જઇ રહ્યા છે. શોના હાલના એપિસોડમાં તમે પોપટલાલની થવાવાળી દુલ્હનિયાને જોઇ હશે. આ રોલ ખુશ્બુ પટેલ નિભાવી રહી છે. જે એક મોડલ અને અભિનેત્રી છે.

ખુશ્બુ પટેલના ઇન્સ્ટાગ્રામ પર નજર કરો તો ખબર પડે છે કે ખૂશ્બુ ખૂબ જ સ્ટાઇલિશ છે અને તેને હરવા ફરવાનો પણ શોખ છે. તેની ઘણી વેકેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર છે. ઇન્ડિયનથી લઇને વેસ્ટર્ન આઉટફિટ ખુશ્બુ પર ઘણા સારા લાગે છે. તે સ્ટાઇલમાં શોમાં અંજલી ભાભીનું પાત્ર નિભાવતી સુનૈના ફોજદારને પણ ટક્કર આપે છે.

જો કે, હવે શોમાં તેની એન્ટ્રી સ્થાયી છે કે અસ્થાયી તે તો શોના આવનારા એપિસોડમાં જ ખબર પડશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ખુશ્બુ પ્રતીક્ષાના રોલમાં શર્મીલી છોકરીનું પાત્ર નિભાવી રહી છે. જેના લગ્ન પોપટલાલ સાથે થવા જઇ રહ્યા છે. ખુશ્બુ પટેલ રિયલમાં ઘણી બિંદાસ અને સ્ટાઇલિશ છે.

Shah Jina