તારક મહેતાનો બાઘો ક્યારેક 4000 રૂપિયામાં કરતો હતો કામ, આજે પહેરી રહ્યો છે 61 હજારની હુડી, સોશિયલ મીડિયામાં થઇ ચર્ચાઓ

15 વર્ષ સુધી થિયેટરમાં તનતોડ મહેનત કરી…નાના નાના રોલથી લઈને 61 હજારની હુડી પહેરીને ફેન્સને ચોંકાવી દીધા, જુઓ

ટીવી ઉપર દર્શકોના મન પસંદ શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે ઘર ઘરની પસંદ છે. જેટલો જ આ શો ફેમસ છે તેટલા જ તેના પાત્રો પણ દર્શકોનું મન મોહી લે છે. તેના પાત્રો સતત ચાહકોની વચ્ચે જોડાયેલા રહે છે અને લાખો લોકો તેમના ફેન બની ગયા છે. આ શોનું એવું જ એક પાત્ર છે બાઘાનું. જેને દર્શકો ખુબ જ પસંદ કરે છે. તેની આગવી અદા અને અભિનય ચાહકો વચ્ચે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બને છે.

તારક મહેતામાં બાઘાનું પાત્ર નિભાવ્યું છે અભિનેતા તન્મય વેકરીયાએ. થોડા સમય પહેલા જ તારક મહેતા શોની અંદર એક એપિસોડ આવ્યો હતો, જેમાં ગોકુલધામ સોસાયટીના સદસ્યો એક રિસોર્ટમાં જાય છે અને ત્યાં બાઘો નશામાં આવી જાય છે. આ દરમિયાન બાઘાએ જે હૂડી પહેરી હતી તે ખુબ જ ચર્ચામાં રહી હતી. આ હુડીએ દર્શકોનું ધ્યાન આકર્ષ્યું હતું.

કારણ કે આ હુડીની કિંમત ખુબ જ વધારે હતી. રિપોર્ટ પ્રમાણે બાઘાએ જે હૂડી પહેરી હતી તેની કિંમત 61 હજાર રૂપિયા જેટલી હતી. આ એક બિગ બ્રાન્ડની હૂડી હતી. સામાન્ય રીતે બાઘો ચેક્સ શર્ટમાં જોવા મળે છે. પરંતુ આ વખતે બાઘાનો અંદાજ જ કંઈક જુદો જોવા મળ્યો તે બ્લુ રંગની હૂડીમાં હતો અને જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે, તો તેની કિંમતને લઈને પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.

તન્મય વેકરીયા એક સમયે 4 હજાર રૂપિયા મહિનાના પગારની અંદર કામ કરતો હતો, પરંતુ અભિનયનો શોખ તેને તારક મહેતામાં લઇ આવ્યો અને આજે તે સારી આવકની સાથે ખુબ જ મોટું નામ પણ બની ચુક્યો છે. ગુજરાતમાં જન્મેલા તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયા જાણીતા સ્ટેજ ડ્રામા આર્ટિસ્ટ છે. તન્મયે થિયેટરમાં 15 વર્ષ સુધી કામ કર્યું હતું.

Niraj Patel