ભિખારીના ઘરમાંથી બે પેટી ભરીને મળ્યા રૂપિયા, કલાકો સુધી ચાલી ગણતરી, આટલા લાખ રૂપિયા મળી આવ્યા

દીપિકા પાદુકોણ સાથે આ દેખાતો ભિખારીની ઘરેથી જે મળ્યું એ જોઈને તમારી પણ આંખો ફાટી જશે

દક્ષિણ ભારતમાં આવેલા આંધ્ર પ્રદેશમાં તિરુમાલા પહાડીઓ ઉપર સ્થિત તિરુપતિ બાલાજીનું મંદિર વિશ્વ વિખ્યાત છે. ભગાવવાનું આ ધામ સૌથી વધુ દાન આવતા મંદિરોમાં એક માનવામાં આવે છે.

આપણે જોઈએ છીએ કે મોટાભાગના મંદિરની બહારભીખ મંગાવા વાળા ભિખારીઓ રહેતા જ હોય છે. પરંતુ ક્યારેક આ ભિખારીઓ સાથે જોડાયેલી એવી ખબર પણ સામે આવે છે કે આપણે પણ સાંભળીને હેરાન રહી જઈએ.

તિરુપતિ બાલાજી મંદિરમાંથી એક એવી જ ખબર સામે આવી છે. જ્યાં ફક્ત VIP શ્રદ્ધાળુઓને ચાંદલો કરી અને તેમની પાસે પૈસા માંગવા વાળા યાચકના મોત બાદ લાખો રૂપિયાની રકમ મળી આવી છે. જુઓ તસવીરોમાં આ ભિખારીની આખી કહાની.

ભિખારીની આ ઓરડી ઉપર કબ્જો કરવાની વાત સામે આવવાની સાથે જ પ્રસાશન દ્વારા ઉતાવળમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

64 વર્ષીય શ્રીનિવાસન તિરુમાલામાં આવવા વાળા વીઆઈપી ભિખારીઓ પાસે ભીખ માંગતા હતા. તે વીઆઈપી ભક્તોની પાછળથી ત્યાં સુધી હટતા નહોતા જ્યાં સુધી તે તેમને ચાંદલો કરી અને ભેટ ના લઇ લે. તેમના ઘરેથી મળી આવેલી બે પેટીઓમાં લખો રૂપિયાની રકમ મળી આવી.

છેલ્લા એક વર્ષથી એ જોવામાં આવ્યું હતું કે અનધિકૃત રીતે લોકો શોષાચલ નગર સ્થિત તેમના ઘરે જ્બજો કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમને અંદાજો હતો કે તેમની પાસે લાખો રૂપિયા હોઈ શકે છે. જેના કારણે પાડોશીઓએ TTD અધિકારીઓ અને પોલીસને સૂચના આપી હતી.

ટીટીડી અધિકારીઓને ખબર પડી કે શ્રીનિવાસનનો કોઈ પરિવાર નથી. તો તેમની સંપત્તિ ઉપર દાવાની આશંકા વચ્ચે વિજિલન્સ અને રાજસ્વ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તો 6 લાખ 15 હજાર 50 રૂપિયા મળી આવ્યા.

થોડા સમય પહેલા જ્યારે દીપિકા પાદુકોણ અને રણવીર કપૂર તિરુમાલા ગયા હતા ત્યારે પાનમ શ્રીનિવાસન તેમની પાછળ ગયા હતા અને દક્ષિણા લઈને જ પાછળ ખસ્યા હતા.

આપણે ત્યાં એક કહેવત છે કે માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે. શ્રીનિવાસન સાથે પણ એવું જ થયું, તેને ભેગી કરેલી બધી જ સંપત્તિ તેના કોઈ કામમાં ના આવી અને તે સરકારી ખજાનામાં ચાલી ગઈ.

Niraj Patel