મોટી બહેન ટીના ડાબીની જેમ જ IAS છે રિયા, બૉલીવુડ વાળી હિરોઈનુ ટૂંકી પડે હો બાકી…જુઓ ફોટા

દેશની પ્રખ્યાત IASમાંની એક ટીના ડાબી વિશે મોટાભાગના લોકો જાણે છે પણ આજે અમે તમને તેની IAS બહેન રિયા ડાબી વિશે જણાવવા જઇ રહ્યા છે, જે તેની બહેન ટીનાની જેમ જ ખૂબ સુંદર છે. તેણે વર્ષ 2021માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. યુપીએસસી પરીક્ષામાં ટોપર રહી ચૂકેલી ટીના ડાબી તેના બીજા લગ્નને લઇને ઘણી ચર્ચામાં રહી હતી.

ટીના ડાબીની નાની બહેન રિયા ડાબી પણ આઈએએસ ઓફિસર છે અને તેની મોટી બહેનથી કંઇ સુંદરતામાં ઓછી નથી. રિયા ડાબી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરોને કારણે ચર્ચામાં પણ રહે છે. રિયા ડાબીનો જન્મ 1998માં ભોપાલમાં થયો હતો. જ્યારે તેની મોટી બહેન ટીના 7મા ધોરણમાં હતી ત્યારે તેનો આખો પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો હતો અને આગળનો અભ્યાસ બંને બહેનોએ દિલ્હીથી જ કર્યો હતો.

રિયાએ તેનું સ્કૂલિંગ કોન્વેન્ટ જીસસ એન્ડ મેરી સ્કૂલ, દિલ્હીમાંથી પૂર્ણ કર્યું છે. આ પછી તેણે ડીયુની લેડી શ્રી રામ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં બીએ કર્યું અને આઈએએસની પરીક્ષાની તૈયારી શરૂ કરી. ટીના અને રિયા ડાબીના પિતા BSNL દિલ્હીમાં જનરલ મેનેજર છે અને માતા ભારતીય એન્જિનિયરિંગ સેવાના ભૂતપૂર્વ અધિકારી રહી ચૂક્યા છે. રિયા ઘણીવાર તેના મિત્રો સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળે છે.

તેની મોટી બહેન ટીના ડાબીની જેમ રિયા ડાબી પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેના ફોટા શેર કરતી રહે છે. રિયાના ઇન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધારે ફોલોઅર્સ છે. રિયા ડાબીએ વર્ષ 2021માં UPSC પરીક્ષા પાસ કરી અને UPSC પરીક્ષામાં તેણે ઓલ ઈન્ડિયામાં 15મો રેન્ક મેળવ્યો હતો.

મોટી બહેન ટીના ડાબી પછી નાની બહેન રિયા આઈએએસ થતાં જ ચર્ચામાં આવી ગઈ. રિયાની મોટી બહેન ટીનાએ 20 એપ્રિલે જયપુરમાં IAS પ્રદીપ ગંવાડે સાથે લગ્ન કર્યા હતા. બહેનના લગ્નમાં રિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. લગ્ન બાદ તેણે બહેન અને જીજાજી સાથેની તસવીર પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી, જેને ખૂબ પસંદ પણ કરવામાં આવી હતી.

જણાવી દઇએ કે, વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોચિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું પણ આવી સ્થિતિમાં રિયાએ ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખ્યો અને યુપીએસસીની પરીક્ષા સારા રેન્ક સાથે પાસ કરી.

Shah Jina