સામાન્ય માણસની જેમ સેલેબ્રિટીઓ પણ રવિવારનો ભરપૂર આનંદ માણતા હોય છે. કેટલાક સેલેબ્રિટીઓએ પોતાની આ રવિવારની રજામાં શુટીંગથી દૂર થઈને ગ્રાઉન્ડ ઉપર ફૂટબોલની મજા પણ માણતા નજર આવ્યા હતા.
આ મેચની અંદર ટાઇગર શ્રોફ, અર્જુન કપૂર, અપારશક્તિ ખુરાના અહાન શેટ્ટી જેવા સેલેબ્સ રમતા જોવા મળ્યા હતા. તો દિશા પાટની પણ પોતાના કથિત બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફને ચીયર કરતી નજર આવી હતી.
View this post on Instagram
પરંતુ ફૂટબોલની મેચ રમતા રમતા જ ટાઇગર શ્રોફને ઇજા પહોંચી હતી, આ જોઈને દિશાના ચહેરાનું નૂર પણ ઉડી ગયું હતું. તે ખુબ જ ચિંતામાં પણ જોવા મળી રહી હતી.
View this post on Instagram
ઇજા થવાના કારણે ટાઇગરને મેચ વચ્ચે જ અધૂરી છોડવી પડી હતી. ફિજિયોથેરીપીસ્ટ દ્વારા તેની દેખરેખ પણ કરવામાં આવી.
View this post on Instagram
ટાઇગરને ચિંતામાં જોઈને દિશા પણ ચિંતામાં આવી ગઈ હતી. અને તે તેની પાસે જ ઉભી રહી અને તેની હાલત કેવી છે તે જાણવાનો પ્રયાસ કરી રહી હતી.
View this post on Instagram
ટાઈગરે ત્યારબાદની મેચ દિશા સાથે બેસીને જ જોઈ. ટાઇગરને સ્ટ્રેચર ઉપર સુવડાવવામાં આવ્યો હતો જે જોઈને દિશા પણ ચિંતામાં હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે દિશા અને ટાઇગર એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તે બંનેએ પોતાના સંબંધેને જાહેર નથી કર્યો.
View this post on Instagram