મનોરંજન

ટાઇગર શ્રોફ અને દિશા પટનીના રાત્રે આ કામ કરતા ભરાઈ ગયા, મુંબઇ પોલિસે દાખલ કરી FIR, જાણો કારણ

શરમજનક: બધી શરમ છોડીને બોલીવુડની નંબર 1 સુંદરી આ કામ કરતા ઝડપાઇ, ફેન્સ પણ ચોંકી ઉઠ્યા

બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફ અને દિશા પટની એક મુશ્કેલીમાં ફસાઇ ગયા છે. તેમના વિરૂદ્ધ મુંબઇ પોલિસે FIR દાખલ કરી છે. ઇટાઇમ્સના રીપોર્ટ અનુસાર, કોરોના નિયમોનું ઉલ્લંધન કરવાના આરોપમાં દિશા અને ટાઇગર વિરૂદ્ધ મુંબઇ પોલિસે FIR દાખલ કરી છે.

બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફ વિરૂદ્ધ એક સાર્વજનિક સ્થળે કોઇ કારણ વિના આમ તેમ ફરવા માટે મહામારીના નિયમોનું ઉલ્લંધનના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલિસે કહ્યુ કે, મુંબઇમાં બપોરે 2 વાગ્યા બાદ કોઇ કારણ વિના લોકોના આમ-તેમ ફરવા પર પાબંધી છે. પરંતુ ટાઇગર શ્રોફ સાંજ સુધી બાંદ્રા બસ સ્ટેન્ડના નજીક ફરતા રહ્યા. તેમના વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 188 અંતગર્ત કેસ દાખલ કરાયો છે.

તમને જણાવી દઇએ કે, એએનઆઇના એક રીપોર્ટ અનુસાર, ટાઇગર અને દિશા 2 વાગ્યા બાદ મુંબઇના રસ્તા પર બાંદ્રા બાંડસ્ટેંડ પર ફરતા દેખાયા તો પોલિસે પૂછપરછ કરી અને કોઇ વ્યાજબી કારણ ન આપવા પર તેમના વિરૂદ્ધ FIR દાખલ કરી લીધી.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ દિશા નિર્દેશ અનુસાર, રાજયમાં આવશ્યક દુકાનો સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી ખુલી રાખવાનો આદેશ કરાયો છે. રાજયમાં જૂન સુધી લોકડાઉન છે.