જંગલ સફારીની મજા માણી રહ્યા હતા લોકો અને અચાનક વાઘે આવીને કર્યો હુમલો, વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઇ જશે

કુતરા ઉપર અચાનક જ કર્યો વાઘે હુમલો, જંગલ સફારી કરવા આવેલા લોકો પણ જોતા જ રહી ગયા, જુઓ ભયાનક વીડિયો

જંગલ સફારી કરવી દરેક વ્યક્તિને ગમતી હોય છે, જંગલ સફારીના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, જેમાં ઘણી એવી ચોંકાવનારી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો જીપની અંદર જનગણ સફારીનો આનંદ માણી રહ્યા છે. તેમની ગાડીની પાસે એક કૂતરું પણ જોવા મળી રહ્યું છે, કુતરાને જોતા તે બીમાર હોય તેમ લાગી રહ્યું છે. જયારે લોકો જંગલ સફારીની મજા માણી રહ્યા હોય છે ત્યારે જ ત્યાં એક વાઘ અચાનક આવી જાય છે.

જીપ પાસે અચાનક આવી ચઢેલો વાઘ સીધો જ તે કુતરા ઉપર હુમલો કરે છે અને તેને બધા લોકોની સામે જ કૂતરાને પોતાના મોઢામાં દબોચી લે છે. જીપમાં બેઠેલા બધા જ લોકો આ નજારો જોઈને હેરાન પણ રહી જાય છે. આ વીડિયોને ટ્વીટર ઉપર અનિશ અંધેરીયા દ્વારા શેર કરવામાં આવ્યો છે.

પરંતુ ચિંતાની વાત એ છે કે આ કૂતરો કોઈ બીમારીથી પીડિત હોય તેવું લાગી રહ્યું છે. જેની ચિંતા અનીશે ટ્વિટર પર વીડિયો શેર કરીને વ્યક્ત કરી છે. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે રણથંભોરમાં વાઘે કૂતરાને મારી નાખ્યો. તેમણે આગળ લખ્યું કે કૂતરો પોતે કેનાઈન ડિસ્ટેમ્પરથી પીડિત હોય તેવું લાગે છે. કુતરા આજકાલ જંગલ માટે મોટો ખતરો છે. જંગલોમાં તેમની વધતી સંખ્યાને નિયંત્રિત કરવાની જરૂર છે.

Niraj Patel