અંબાણી અદાણી નહીં આ રાજા હતો ભારતનો સૌથી ધનવાન વ્યક્તિ, પોતાની હતી બેંક

ભારતમાં જ્યારે ધનવાન લોકોની વાત કરવામાં આવે ત્યારે અંબાણી,અદાણી,ટાટા કે બિરલા જેવા ઉદ્યોગપતિઓના નામ સૌથી મોખરે આવે છે. કેમ કે આ સમયે આ લોકો ભારતના ટોચના અમીર વ્યક્તિઓ છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ચ થશે કે આઝાદી પહેલા ભારતના એક રાજા હતા જેમની સંપત્તિ જાણીને તમને આશ્ચર્ય થશે.

આઝાજી બાદ ભારત એક લોકતાંત્રિક દેશ બની ગયો અને તે રાજાએ પોતાના રજાવાડાને દેશમાં વિલય કરી દીધો. જેના કારણે આ રાજાને પોતાની તમામ ધન દૌલત છોડવી પડી. તો આજે અમે તમને જણાવીશું કે તે ક્યા રાજા હતા જે ભારતના સૌથી અમીર વ્યક્તિ હતા. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતના સૌથી ધનવાન રાજાનું નામ મીર ઉસ્માન અલી ખાન હતું જે હૈદરાબાદના નિઝામ હતા.

મિર ઉસ્માન અલી ખાને હૈદરાબાદ પર 1911થી 1948 સુધી રાજ કર્યું હતું. તેઓ હૈદરાબાદના છેલ્લા નિઝામ હતા અને સૌથી અમીર રાજા હતા. તેમણે વર્ષ 1948માં પોતાના રજાવડાનું ભારતીય લોકતંત્રમાં વિલય કર્યો. તેમની સંપત્તિ અંગે અનેક વાતો સામે આવી છે. તેમણે 4 દશક સુધી રાજ કર્યું હતું. છેલ્લે સામે આવેલી રિપોર્ટ અનુસાર તેમની પાસે 17.47 લાખ કરોડ રૂપિયા (230 બિલિયન ડોલર કે 1,74,79,55,15,00,000.00 રૂપિયા). જો આજની વાત કરીએ તો નિઝામની સંપત્તિ આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સંપત્તિની આસપાસ થાય. કારણ કે એલન મસ્કની સંપત્તિ હાલમાં 250 બિલિયન ડોલરની છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે હૈદરાબાદના છેલ્લા નિઝામ પેપરવેઈટની જગ્યાએ હિરાનો ઉપયોગ કરતા હતા. મીર ઉસ્માન અલીની પોતાની બેંક હતી. આ બેંકની સ્થાપના તેમણે 1941માં કરી હતી. આ ઉપરાંત તેમને મોંઘી ગિફ્ટ આપવાનો પણ બહુ શોખ હતો. એવું કહેવાય છે કે તેમણે બ્રિટેનની રાજકુમારી એલિજાબેથને લગ્નમાં ભેટ તરીકે હીરાના ઘરેણા આપ્યા હતા.

જો નિઝામે કરેલા વિકાસની વાત કરીએ તો તેમણે હૈદરાબાદમાં રેલવે, રોડ રસ્તા અને હવાઈ માર્ગેનો વિકાસ કર્યો હતો. આ ઉપરાંત તેમણે જામિયા નિજામિયા,બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય,અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને દારુલ ઉલુમ દેવબંધ જેવી વિદ્યાલયોને મોટી રકમ દાનમાં આપી હતી.

અદાણીની સંપત્તિમાં મોટો ઉછાળો

ભારતના ટોચના ધનવાન વ્યક્તિ અને જાણીતા ઉદ્યોગપતિની સંપત્તિની વાત કરીએ તો ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો ઉછાળો આવ્યો છે. એટલે સુધી કે દુનિયાના ટોચના 3 ધનિકો કરતા તેમની સંપત્તિમાં વધારે ઉછાળો જોવા મળ્યો છે. 16 માર્ચ હુરુનની વૈશ્વિક અમીરોની યાદીમાં જણાવ્યા પ્રમાણે અદાણીની સંપત્તિ ગયા વર્ષે એટલે કે 2021માં 4900 કરોડ ડોલર(3.73 લાખ કરોડ રૂપિયા) વધી. આ વિશ્વના ટોચના ધનિક એલન મસ્ક,જેફ બેજોસ અને બર્નાડ અર્નોલ્ટની સંપત્તિમાં થયેલા વધારા કરતા પણ વધુ છે.

આ ઉપરાંત એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયંસ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ ગયા વર્ષે 24 ટકા વધી હતી. અંબાણીની સંપત્તિ 10.3 હજાર કરોડ ડોલર એટલે કે અંદાજે 7.84 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જ્યારે એ જ સમયે અદાણીની નેટવર્થ 153 ટકા વધીને 8100 કરોડ ડોલર એટલે કે અંદાજે 6.17 લાખ કરોડ રૂપિયા હતી.

YC