તૃપ્તિ ડિમરી-વિકી કૌશલના બેડરૂમ સીનથી લઇને સારા-વિજયના કિસિંગ સીન સુધી….આ વર્ષે સેલેબ્સના આ હોટ સીન રહ્યા ચર્ચામાં…

તૃપ્તિ ડિમરી-વિકી કૌશલના બેડરૂમ સીનથી લઇને સારા-વિજયના કિસિંગ સીન સુધી….આ વર્ષે સેલેબ્સના આ હોટ સીન રહ્યા ચર્ચામાં…

આ વર્ષે દર્શકોને ઘણી ફિલ્મોની કહાનીઓ પસંદ આવી. ઘણા દ્રશ્યો અને ડાયલોગ્સ વિશે પણ ખૂબ ચર્ચા થઇ. કેટલીક ફિલ્મો એવી છે કે જેના હોટ અને બોલ્ડ સીન્સ પણ હેડલાઇન્સમાં રહ્યા છે, તો ચાલો તમને જણાવીએ કે કઈ ફિલ્મના કયા સીન્સ સમાચારોમાં રહ્યા છે.

તૃપ્તિ અને વિકી કૌશલ
ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર સાથે ઇન્ટીમેટ સીન આપ્યા બાદ આ વર્ષે તૃપ્તિએ ફિલ્મ બેડ ન્યૂઝમાં પણ વિકી કૌશલ સાથે ઇન્ટીમેટ સીન આપ્યા હતા.

સારા અને વિજય વર્મા
મર્ડર મુબારકમાં સારા અલી ખાન અને વિજય વર્માના બોલ્ડ મેકઆઉટ સીન્સ ખૂબ વાયરલ થયા હતા.

શાહિદ કપૂર અને કૃતિ સેનન
શાહિદ અને કૃતિની ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયાની કહાની એકદમ અલગ હતી. તે બતાવે છે કે કેવી રીતે એક વૈજ્ઞાનિક રોબોટના પ્રેમમાં પડે છે. શાહિદે એક વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી હતી, જ્યારે કૃતિએ રોબોટની ભૂમિકા ભજવી હતી. ફિલ્મને બહુ રિસ્પોન્સ મળ્યો નહોતો પણ તેના બોલ્ડ સીન્સની ખૂબ ચર્ચા થઈ હતી. આ ફિલ્મમાં બંનેના ઘણા કિસિંગ સીન અને મેકઆઉટ સીન હતા.

અવિકા ગૌર
બાલિકા વધૂ ફેમ અવિકા ગૌરની હોરર ફિલ્મ બ્લડી ઈશ્ક આ વર્ષે રિલીઝ થઈ હતી. ફિલ્મ કંઇ ખાસ તો ચાલી નહોતી પરંતુ અવિકાએ તેમાં ખૂબ જ ઇન્ટિમેટ સીન્સ આપ્યા હતા જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

કૃતિ સેનન અને શાહિર શેખ
કૃતિ સેનને ફિલ્મ દો પત્તીમાં શાહીર સાથે કિસિંગ સીન આપ્યા હતા. બંને વચ્ચે એક રોમેન્ટિક ગીત પણ શૂટ કરવામાં આવ્યું હતું.

વિજય વર્મા અને નેહા સરગમ
મિર્ઝાપુર 3માં વિજય વર્મા અને નેહા સરગમનું કિસિંગ સીન ઈન્ટરનેટ સેન્સેશન બની ગયું હતું.

સામંથા રૂથ પ્રભુ અને વરુણ ધવન
સિટાડેલ હની બનીમાં સામંથા રૂથ પ્રભુ અને વરુણ ધવનનો કિસિંગ સીન પણ આ વર્ષના લોકપ્રિય કિસિંગ સીનમાંનો એક છે.

સિદ્ધાંત અને માલવિકા
માલવિકા મોહન અને સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચે પણ ફિલ્મ યુદ્ધામાં એક હોટ કિસિંગ સીન હતો.

Shah Jina