શરીરના બધા અંગોને સુચારુ રૂપથી કામ કરવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. શરીરમાં આ ઓક્સિજન બ્લડના માધ્યમથી બધા અંગો સુધી પહોંચાડે છે. આ માટે બ્લડમાં જો ઓક્સિજનની કમી હોય છે તો તેનાથી શરીરના બીજા અંગોના વિકાસ પર ખરાબ અસર પડે છે. આ માટે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ એવા ફૂડ્સ વિશે જેને તમે તમારા ડાયટમાં સામેલ કરો જે બ્લડમાં ઓક્સિજનની માત્રાને વધારીને તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
હાલ કોરોનાનો કહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહ્યો છે અને રોજ નવી નવી ખબરો આવતી રહે છે કે, ઓક્સિજન, બેડ ખૂટી પડ્યા છે, એવામાં તમે આ ફૂડ્સને તમારા ડાયટમાં સામેલ કરી બ્લડમાં ઓક્સિજનની માત્રા વધારી શકો છો.
બદામ યુક્ત દૂધ :
બદામના દૂધમાં કેટલાક વિટામીન હોય છે અને ખનિજ પણ હોય છે. જેમ કે કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલેટ, રાઇબોફ્લેવિન, થિયામીન અને વિટામીન સી,ઇ અને બી 6.
લીંબુ :
લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે. તમે તેને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. તેનાથી ઘણી બીમારીઓથી બચવા માટે મદદ મળશે. આ સાથે જ તે ઓક્સિજનનું સ્તર વધારવા માટે પણ મદદગાર માનવામાં આવે છે.
સંતરા :
વિટામીન સી માટે સંતરા ખૂબ સારો વિકલ્પ છે. સંતરા ફાઇબર યુક્ત હોય છે. તેમાં વિટામીન બી અને એ સારા પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત ફોલેટ, પેંટોથેનિક એસિડ, કેલ્શિયમ, કોપર અને પોટેશિયમ જેવા પોષક ત્તત્વો હોય છે.
સફરજન :
આ હીમોગ્લોબિન વધારવા માટે સારો સ્ત્રોત માનવામાં આવે છે. સફરજન એંટીઓક્સિડેંટ, ફ્લેવોનોઇડ અને ફાઇબર યુક્ત હોય છે. જેમાં ફાઇટોન્યૂટ્રિએંટ્સ, બી-કોમ્પ્લેક્સ વિટામીન, કોલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે.
ઝીંગા :
આ કમ કેલેરી પ્રોટીન માટે સારો વિકલ્પ છે. વિટામીન બી , ફોસ્ફરસ, સેલેનિયમ, કોલીન, કોપર, આયોડીન અને કેટલાક એંટી ઓક્સિડન્ટ જેવા પોષક ત્તત્વોથી ભરપૂર ઝીંગા પ્રોટીનનો ખૂબ જ સારો સ્રોત છે.
લસણ :
લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં અલ્કાલાઇન પર્યાપ્ત માત્રામાં હોય છે. આ સાથે જ તે ઓક્સિજન વધારવામાં પણ મદદ કરે છે.