એવું કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, અને હિન્દી સિનેમાએ આ વાતને એકદમ સાચી સાબિત કરી છે. ઘણા કલાકારોએ તેમનાથી ઘણી મોટી અભિનેત્રીઓ સાથે રોમાન્સ કર્યો છે, જ્યારે કેટલાકે તેમનાથી નાની અભિનેત્રીઓ સાથે રોમાન્સ કર્યો છે. છતાં, પણ એવી અભિનેત્રીઓ પણ છે જેમણે ફિલ્મ ઉદ્યોગમાં પિતા અને પુત્ર બંને સાથે કામ કર્યું છે.

શ્રીદેવી
બોલિવૂડની ચાંદની કહેવાતી શ્રીદેવી અત્યારે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે ધર્મેન્દ્ર અને સની દેઓલ બંને સાથે પડદા પર કામ કર્યું છે. શ્રીદેવી ધર્મેન્દ્ર સાથે વતન કે રખવાલે, નાકા બંદી, ફરિશ્તે અને સલ્તનત જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. જ્યારે સની દેઓલ સાથે ફિલ્મ નિગાહેંમાં કામ કર્યું હતું.

માધુરી દીક્ષિત
બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતે ફિલ્મ ‘દયાવાન’માં વિનોદ ખન્ના સાથે ખૂબ રોમાન્સ કર્યો હતો. આ ફિલ્મમાં વિનોદ ખન્ના સાથેના માધુરીના ગીત “આજ ફિર તુમ્પે પ્યાર આયા હૈ”ની ખૂબ ચર્ચા થઈ હતી અને માધુરી અને વિનોદ ખન્નાના બોલ્ડ સીન્સે પણ હેડલાઈન્સ બનાવી હતી. માધુરીએ વિનોદ ખન્નાના પુત્ર અક્ષય ખન્ના સાથે ફિલ્મ ‘મોહબ્બત’માં પણ કામ કર્યું હતું. આ સિવાય માધુરીએ ઋષિ કપૂર સાથે યારાના અને પ્રેમ ગ્રંથમાં કામ કર્યું હતું. આ પછી તે ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂર સાથે ફિલ્મ યે જવાની હૈ દીવાનીમાં જોવા મળી હતી. જોકે, ફિલ્મમાં માધુરીનો એકમાત્ર આઇટમ નંબર ઘાઘરા હતું, અને આ ગીતમાં રણબીર-માધુરીની જોડી પરફોર્મ કરતી જોવા મળી હતી.

ડિમ્પલ કાપડિયા
બોલીવુડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ ધર્મેન્દ્ર અને સની દેઓલ બંને સાથે પડદા પર રોમાન્સ કર્યો છે. ડિમ્પલે 1984 ની ફિલ્મ “મંઝિલ મંઝિલ” માં સની દેઓલ સાથે અભિનય કર્યો હતો. 1991 માં, તેણે “મસ્ત કલંદર” અને “દુશ્મન દેવતા” ફિલ્મોમાં ધર્મેન્દ્ર સાથે અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને ડિમ્પલ વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ થયેલા કિસિંગ સીન પણ હતા. ડિમ્પલ કાપડિયાનું નામ ઘણા સમય સુધી સની દેઓલ સાથે પણ જોડાયુું.

અમૃતા સિંહ
“જબ હમ જવાં હોંગે…જાને કહાં હોંગે…” ગીતમાં અમૃતા સિંહ અને સની દેઓલ વચ્ચેની કેમિસ્ટ્રીએ બોલિવૂડમાં ધમાલ મચાવી હતી. આ ફિલ્મ “બેતાબ” હતી, જે તેમનું ડેબ્યૂ હતું. આ ફિલ્મ પછી, અમૃતાએ ફરીથી “સચ્ચાઈ કી તાકાત” માં ધર્મેન્દ્રની પત્નીની ભૂમિકા ભજવી. જ્યારે સનીએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો, ત્યારે ધર્મેન્દ્ર પણ ફિલ્મોમાં એક્ટિવ હતા. પડદા પર નાયિકાઓ સાથે રોમાન્સ કરતા હતા, અને અમૃતાએ ધર્મેન્દ્ર અને સની બંને સાથે કામ કર્યું હતું.

રાની મુખર્જી
અભિનેત્રી રાની મુખર્જીએ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે કામ કર્યું છે. તેણે બ્લેક ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે રોમાન્સ કર્યો હતો. બંટી ઔર બબલી, યુવા અને કભી અલવિદા કહેનામાં અભિષેક બચ્ચન સાથે જોવા મળી હતી. આ ફિલ્મોમાં રાની-અભિષેકની જોડી હિટ રહી હતી, અને તેમના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી.

કાજલ અગ્રવાલ
સાઉથ અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કાજલ અગ્રવાલે સાઉથ સુપરસ્ટાર્સ ચિરંજીવી અને રામ ચરણ બંને સાથે કામ કર્યું છે. કાજલે કેદી નંબર 150 માં ચિરંજીવી સાથે કામ કર્યું હતું, જ્યારે મગધીરા અને ગોવિંદુડુ અંદારિવડેલેમાં રામ ચરણ સાથે રોમાન્સ કર્યો હતો.
