બોલિવુડની ગુજરાતમાં જન્મેલી એ એક્ટ્રેસ, 80 ના દાયકામાં મચાવ્યો હતો બોલ્ડનેસથી તહેલકો, ફ્લેટમાં સડેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ
બોલિવુડ ઇન્ડસ્ટ્રીની એક એવી એક્ટ્રેસ જેણે ફિલ્મોમાં અદ્ભુત અભિનય કર્યો પણ તેના મૃત્યુએ બધાને ચોંકાવી દીધા. 80 ના દાયકાની ટોચની અભિનેત્રી જે સુંદર હોવાની સાથે સાથે બોલ્ડ પણ હતી તે પરવીન બોબીનું જીવન ઘણી સમસ્યાઓ અને ઉતાર-ચઢાવથી ભરેલું હતું. તેનું અંગત અને પ્રેમ જીવન પડકારોથી ભરેલું હતું. અભિનેત્રીનું માત્ર 50 વર્ષની ઉંમરે જ અવસાન થયું હતુ. 4 એપ્રિલ 1954 ના રોજ ગુજરાતમાં પરવીન બોબીનો જન્મ થયો હતો.

તેણે મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેણે 1972 માં મોડેલિંગ શરૂ કર્યું, જ્યારે તે માત્ર 18 વર્ષની હતી. મોડેલિંગ પછી 1973 માં આવેલી ફિલ્મ “ચરિત્ર” થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નહીં. 1974 માં પરવીન બોબીએ “મજદૂર” ફિલ્મમાં કામ કર્યુ, જે તેની પહેલી હિટ ફિલ્મ હતી. તેણે અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે.બંનેની જોડીને ખૂબ જ પ્રશંસા મળી હતી.

પરવીન બોબી અને અમિતાભ બચ્ચને આઠેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, જે બધી જ ફિલ્મોને ખૂબ જ પ્રશંસા મળી. 1989ના એક ઇન્ટરવ્યુમાં, પરવીન બોબીએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેણે અમિતાભ બચ્ચનને ઇન્ટરનેશનલ ગેંગસ્ટર કહ્યા હતા અને તેમના પર અપહરણનો આરોપ પણ લગાવ્યો હતો. ફિલ્મ “શાન” ના ટાઇટલ ગીતના શૂટિંગ દરમિયાન તેણે અમિતાભ બચ્ચન પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તેને મારી નાખવા માંગે છે.

તેઓ તેના પર ઝુમ્મર પાડી તેને મારી નાખવા માંગે છે. પરવીન બાબી “પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા” નામની માનસિક બીમારીથી પીડાતી હતી, જેના કારણે તેને તેના જીવનો ડર હતો. આ બીમારીને કારણે જ અભિનેત્રીએ અમિતાભ બચ્ચન પર આ ગંભીર આરોપો લગાવ્યા હતા. પરવીન બાબી ટોચની એક્ટ્રેસ હતી. તેને કોઈ કમી નહોતી છતાં તેની અંતિમ ક્ષણો અને મૃત્યુ આઘાતજનક હતા. 20 જાન્યુઆરી 2005 ના રોજ, પરવીનનો મૃતદેહ મુંબઈમાં તેના પોતાના ફ્લેટમાંથી મળી આવ્યો.

આશ્ચર્યજનક રીતે, તેનો મૃતદેહ ત્રણ દિવસ સુધી ફ્લેટમાં જ રહ્યો, કોઈનું ધ્યાન ગયું નહીં. જન્મથી મુસ્લિમ હોવા છતાં પરવીન બાબીએ પોતાના અંતિમ દિવસોમાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. જો કે, તેમના અંતિમ સંસ્કાર મુસ્લિમ વિધિઓ અને ધાર્મિક વિધિઓ સાથે કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા.
