49 વર્ષની આ એક્ટ્રેસે 18 વર્ષની ઉંમરે શરૂ કર્યુ હતુ મોડલિંગ- આજે પણ છે હુસ્ન પરી, પહેલી જ ફિલ્મે નીકાળ્યુ હતુ બજેટનું 400%, ખલનાયક પર આવ્યુ હતુ અદાકારાનું દિલ
આજે અમે તમને ઇન્ડસ્ટ્રીની એક ખૂબ જ હસીન અને ખૂબસુરત અદાકારાનો પરિચય કરાવી રહ્યા છીએ, જેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે જો કે તે હાલમાં ફિલ્મોથી દૂર છે, પરંતુ ઘણીવાર તેના બોલ્ડ ફોટોઝથી સોશિયલ મીડિયા પર હલચલ મચાવે છે. બોલિવુડ એક્ટ્રેસ પૂજા બત્રાએ 27 ઓક્ટોબરે પોતાનો 49મો જન્મદિવસ ઉજવ્યો. પૂજા ભલે બોલીવુડથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેની મજબૂત હાજરી છે.

સોશિયલ મીડિયા પર અભિનેત્રીના ઘણા સુંદર અને બોલ્ડ ફોટોઝ તમને જોવા મળી જશે. 27 ઓક્ટોબર 1974 ના રોજ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં જન્મેલી પૂજા બત્રાને બાળપણથી જ મોડેલિંગનો શોખ હતો. આ જુસ્સાને પોતાની કારકિર્દીમાં સામેલ કરીને પૂજાએ 1993 માં 18 વર્ષની ઉંમરે ફેમિના મિસ ઈન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જીત્યો અને મિસ એશિયા પેસિફિકમાં ત્રીજી રનર-અપ રહી. આનાથી અભિનેત્રીને એક અનોખી ઓળખ મળી.

મોડેલિંગમાં તેની ખ્યાતિને કારણે તેને અસંખ્ય જાહેરાત ઓફરો મળી. પૂજા હેડ એન્ડ શોલ્ડર્સ શેમ્પૂ સહિત અનેક જાહેરાતો અને મોડેલિંગ શોમાં દેખાઈ છે, જેના કારણે તેને અપાર લોકપ્રિયતા મળી. બત્રાએ 1997 માં અનિલ કપૂર સ્ટારર ફિલ્મ “વિરાસત” થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર હિટ રહી અને પૂજા ઘર-ઘરમાં જાણીતી બની ગઈ.

આ પછી અભિનેત્રીએ અનેક સફળ ફિલ્મોમાં અભિનય કર્યો. એક મોડેલ તરીકે તે 250 થી વધુ જાહેરાતો અને મોડેલિંગ શોમાં દેખાઈ. મોડેલિંગમાં સફળતા મેળવ્યા પછી, તેણે ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. તેણે બોલિવૂડમાં નોંધપાત્ર ખ્યાતિ પણ મેળવી અને 90 ના દાયકામાં તેની સુંદરતાથી ઘણા લોકોને મોહિત કર્યા.

પોતાની કારકિર્દી દરમિયાન, પૂજા બત્રાએ સંજય દત્ત, અનિલ કપૂર, સુનિલ શેટ્ટી અને ગોવિંદા જેવા ઘણા પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું. પૂજાની ડેબ્યૂ ફિલ્મે જ તેના નસીબને ઉજાગર કર્યું. માત્ર ₹5 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹20 કરોડની કમાણી કરી હતી. પોતાની પહેલી ફિલ્મની સફળતા બાદ પૂજા બત્રાએ એક પછી એક ફિલ્મો આપી.

જો કે 2003 માં સર્જન સોનુ એસ.અહલુવાલિયા સાથે લગ્ન કર્યા પછી તેણે ફિલ્મોથી દૂરી બનાવી લીધી. 2011 માં તેણે તેના પતિને છૂટાછેડા આપી દીધા. જો કે, પ્રેમ તેના જીવનમાં પાછો ફર્યો, અને 2019 માં તેણે બોલિવૂડ અભિનેતા નવાબ શાહ સાથે એક નવું જીવન શરૂ કર્યું. આ દંપતી હાલમાં ખુશ જીવન જીવી રહ્યું છે.
View this post on Instagram
