નુસરત સહિત આ અભિનેત્રીઓએ કર્યા ખુબ જ પૈસાદાર બિઝનેસમેન સાથે લગ્ન, કોઇના થયા સફળ તો કોઇ થયા અલગ

રેખાથી કરિશ્મા કપૂર સુધી : આ અભિનેત્રીઓએ મોટા બિઝનેસમેન સાથે કર્યા લગ્ન, કોઇના થયા તલાક તો કોઇના પતિએ કરી લીધી આત્મહત્યા

બોલિવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે મોટા ઉદ્યોગપતિઓ સાથે લગ્ન કર્યા છે. તેમાં રાજેશ ખન્નાની ગર્લફ્રેન્ડ રહેલી ટીના મુનિમ સહિત અનેક અભિનેત્રીઓ સામેલ છે. કેટલીક અભિનેત્રીઓના લગ્ન સફળ રહ્યા તો કેટલીક તેમના લગ્ન જીવનમાં સફળ રહી શકી નહિ.

1.નુસરત જહાં : બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી અને TMCની ચર્ચિત સાંસદ નુસરત જહાં હાલ ઘણી ચર્ચામાં છે. તેણે વર્ષ 2019માં બિઝનેસ મેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. જો કે, હાલ તો તે પતિથી અલગ રહી રહી છે, અને મીડિયા રીપોર્ટ્સ અનુસાર તે બંને વચ્ચે ઘણા વિવાદો પણ ચાલી રહ્યા છે.

2.કરિશ્મા કપૂર : બોલિવુડની મશહૂર અદાકારા કરિશ્મા કપૂર પણ આ લિસ્ટમાં સામેલ છે. તેણે વર્ષ 2006માં બિઝનેસ મેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જો કે, આ લગ્ન સફળ ના રહ્યા. વર્ષ 2016માં પતિ સાથે તલાક બાદ કરિશ્મા કપૂરે ખુલાસો કર્યો કે તેમનો પતિ તેમની સાથે ઘરેલુ હિંસા કરતો હતો.

3.રેખા : રેખાએ વર્ષ 1990માં દિલ્લીના મોટા બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. મુકેશ અગ્રવાલ તે સમયે મશહૂર હોટલાઇન ગ્રુપ અને નિકિતાશા બ્રાંડના માલિક હતા. લગ્નના વર્ષની અંદર જ 1991માં મુકેશ અગ્રવાલે ફાંસી ખાઇ આત્મહત્યા કરી લીધી.

4.પ્રિયા સચદેવ : અભિનેત્રી પ્રિયા સચદેવે અરબપતિ હોટેલિયર વિક્રમ ચટવાલ સાથે વર્ષ 2006માં લગ્ન કર્યા હતા. લગ્નના 5 વર્ષ બાદ બંનેના તલાક થઇ ગયા. તલાક બાદ વર્ષ 2017માં પ્રિયાએ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા હતા.

5.શિલ્પા શેટ્ટી : અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. હાલ તેઓ ખુશીથી તેમનું લગ્ન જીવન જીવી રહ્યા છે. આ ઉપરાંત આવી અનેક અભિનેત્રીઓ છે જેમણે બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે અને કેટલીક અભિનેત્રીઓ હાલ પણ તેમનુ લગ્નજીવન એન્જોય કરી રહી છે.

Shah Jina