200 વર્ષ પછી બન્યો સંયોગ, શ્રાવણની પૂર્ણિમાં પર ઘરે લઇ આવો આ 5માંથી કોઇ પણ એક વસ્તુ…ચમકી જશે કિસ્મત

શ્રાવણની પૂર્ણિમાં પર ઘરે લઇ આવો આમાંથી કોઇ પણ એક વસ્તુ…200 વર્ષ પછી બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, ચમકી જશે તમારી કિસ્મત

Shravan purnima 2023: સનાતન ધર્મમાં પૂર્ણિમા તિથિનું વધારે મહત્વ હોય છે. આ દિવસે રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવે છે. ધાર્મિક માનયતા અનુસાર, શ્રાવણની પૂર્ણિમાના દિવસે સ્નાન દાન અને તર્પણ દાન કરવાનું વિધાન છે. આ દિવસે સનાતન ધર્મને મનાવનારા લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને ગરીબ-અસહાય લોકોને દાન આપે છે. હિંદુ પંચાંગ અનુસાર, આ વર્ષે શ્રાવણ પૂનમ પર ભદ્રા કાળ લાગી રહ્યો છે, જેને કારણે 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટે રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવશે.

200 વર્ષ બાદ શ્રાવણ પૂર્ણિમા પર સર્જાઈ રહ્યો છે એક અદ્ભુત સંયોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે શનિ અને ગુરુ વર્કી રહેશે. આ દિવસે રવિ યોગ, બુધાદિત્ય યોગનું નિર્માણ પણ થઇ રહ્યુ છે. જેને કારણે શ્રાવણની પૂર્ણિમાના દિવસે કંઇક ખાસ વસ્તુ ઘરમાં લાવવાથી સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ મળશે અથવા તો વૈવાહિક જીવનને એક નવી દિશા મળશે. પૂર્ણિમા તિથિનું સનાતન ધર્મમાં ખૂબ મહત્વ માનવામાં આવે છે.

આ વખતે લગભગ 200 વર્ષ બાદ શ્રાવણ પૂર્ણિમા પર એક અદ્ભુત સંયોગ સર્જાઈ રહ્યો છે. પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, ખાસ કરીને આ દિવસે ગરીબ અને અસહાય લોકોને દાન કરવું જોઈએ અને તેમની મદદ કરવી જોઈએ.

ચાંદીનું સ્વસ્તિક
હિન્દુ ધર્મમાં સ્વસ્તિકને ખૂબ જ શુભ પ્રતીક માનવામાં આવે છે અને સ્વસ્તિકનું પ્રતીક પૂજા અને યજ્ઞની વિધિમાં બનાવવામાં આવે છે. આ સાથે ઘરના દરવાજા પર પણ સ્વસ્તિક બનાવવામાં આવે છે. સ્વસ્તિક બનાવવાથી ઘરમાંથી અનેક પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે. જો તમે શ્રાવણની પૂર્ણિમાના દિવસે તમારા ઘરના ઉંબરા પર ચાંદીનું સ્વસ્તિક લગાવો છો, તો તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવે છે.

એકાક્ષી નાળિયેર
જો તમે શ્રાવણની પૂર્ણિમાના દિવસે એકાક્ષી નારિયેળ ઘરમાં લાવો છો, તો દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. કહેવાય છે કે દેવી લક્ષ્મીને નારિયેળ ખૂબ જ પ્રિય છે. જે ઘરમાં નારિયેળ રહે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે, તેના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી. એટલા માટે શ્રાવણની પૂર્ણિમાના દિવસે નારિયેળ અવશ્ય લાવવું જોઈએ.

Shah Jina