બાઈક મૂકીને સામાન ખરીદવા માટે દુકાનમાં ગયો આ વ્યક્તિ, પાછો આવીને જોયું તો… આવી ચોરી જોઈને તો તમે પણ માથું પકડી લેશો, જુઓ સ્ક્રિપ્ટેડ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર નાનામાં નાની ઘટનાઓ પણ વાયરલ થતા વાર નથી લાગતી, રોજ અવનવા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણીવાર કેમેરામાં ચોરીની ઘટનાઓ પણ કેદ થઇ જતી હોય છે જેમાં કેટલાક ચોરના દિમાગ જોઈને આપણું દિમાગ પણ ચકરાવે ચઢી જાય. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ચોરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને લોકો પેટ પકડીને હસી પણ રહ્યા છે અને હેરાન પણ થઇ રહ્યા છે.

આ વીડિયોમાં ચોર બાઇક ચોરી કરતા જોવા મળે છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ચોરો રસ્તામાં કોઈની બાઈક આંચકી લે અથવા સ્ટેન્ડમાંથી કોઈ બાઇક ચોરી ગયા હોય. પરંતુ આ વીડિયોમાં ચોર દિવસના અજવાળામાં બાઇક ચોરી કરતા જોવા મળે છે. આ વિડીયોમાં સૌથી મહત્વની બાબત છે ચોરી કરવાની સ્ટાઈલ. વિડિયો જોઈને તમને મજા આવશે. આ સ્ક્રિપ્ટેડ  વીડિયોમાં ચોર બાઇકના પાર્ટસ ખોલીને લઇ જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સામાન લેવા માટે બાઇક પર આવે છે. તે દુકાનની બહાર બાઇક પાર્ક કરે છે અને અંદર જાય છે. તે પછી તે સામાન લેવાનું શરૂ કરે છે. બીજી તરફ, ધોળા દિવસે તેની બાઇકની નજીક આવે છે અને તેના ભાગો લઈ જાય છે. ચોર આ કામ ખૂબ જ ઝડપથી કરે છે. ચોરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ આનંદ સાથે જોવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rajput Reshav (@brown_monda34)

તમે જોઈ શકો છો કે જ્યારે વ્યક્તિ સામાન લઈને દુકાનની બહાર આવે છે ત્યારે તેને બાઇક મળતું નથી, માત્ર બાઇકનું હેન્ડલ જમીન પર પડેલું જોવા મળે છે. આ જોઈને તેના હોશ ઉડી ગયા. આ વિડિયો જોઈને ખ્યાલ આવે છે કે આ વીડિયો મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે અને તે સ્ક્રિપ્ટેડ વીડિયો જ લાગી રહ્યો છે. પરંતુ અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકો જોઈ લીધો છે.

Niraj Patel