ચોરીઓ તો ઘણી જોઈ હશે, પણ આવી ચોરી નહિ જોઈ હોય, જુઓ વીડિયોમાં, કેવી રીતે ચોરે ભગવાનને પણ છેતરીને દાનપેટી ખાલી કરી નાખી… વાયરલ થયો વીડિયો
Theft in Hanuman temple : ગુજરાત સમેત દેશભરમાં ચોરીના ઘણા મામલાઓ સામે આવતા હોય છે. ઘણીવાર ચોર આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાથી અજાણ હોય છે અને ચોરી તો કરી લે છે પરંતુ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતી હોય છે. ત્યારે આવી ઘણી ચોરીઓના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા હોય છે, જેમાં ઘણા એવા ચોર પણ જોવા મળે છે જે મંદિરમાં પણ ચોરી કરે છે.
હેરાન કરી દેનારી ચોરીની ઘટના :
હાલ સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મામલો હરિયાણાના રેવાડીનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં એક મંદિરની દાનપેટીમાંથી પૈસાની ચોરી થઈ હતી. જો કે, ચોરની તમામ ગતિવિધિઓ ઉપર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
નાટકીય રીતે ચોરીને આપ્યો અંજામ :
આ ઘટના રેવાડીના ધરુહેડા શહેરમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરની છે. જ્યાં 9મી જુલાઈની રાત્રે એક ચોર આવીને મંદિરમાં બેસી ગયો હતો અને ત્યારબાદ તેણે નાટકીય રીતે ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘટનાનો વીડિયો ‘અભય’ નામના યુઝરે ફેસબુક પર પોસ્ટ કર્યો અને લખ્યું- રેવાડીના મંદિરમાં ચોરી. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે વ્યક્તિ દાનપેટીની એકદમ નજીક બેઠો છે. સૌથી પહેલા તે હનુમાન ચાલીસા ઉઠાવે છે. પછી આસપાસના લોકોને જુએ છે અને પછી તેનો પાઠ કરવાનું શરૂ કરે છે.
શર્ટમાં રૂપિયા નાખીને ફરાર :
તે એક દીવો પણ પ્રગટાવે છે અને મંદિરમાં 10 રૂપિયા અર્પણ કરે છે. પરંતુ જ્યારે એક-બે ભક્તો મંદિરમાં રહી જાય છે, ત્યારે તે દાનપેટીનું તાળું તોડી નાખે છે અને ભક્તો મંદિરમાંથી બહાર નીકળતાની સાથે જ તે દાનપેટીમાંથી મુઠ્ઠીભર નોટો કાઢીને તેના શર્ટની અંદર મૂકી દે છે અને ત્યાંથી ભાગી જાય છે.
પૂજારી પણ હતા અજાણ :
આ ચોરીથી અજાણ રામનિવાસ મંદિરના પૂજારી રાત્રે મંદિરના દરવાજા બંધ કરીને ઘરે જતા હતા. પરંતુ જ્યારે તે સવારે મંદિર ખોલે છે અને સફાઈ શરૂ કરે છે, ત્યારે તેમને દાનપેટી તૂટેલી જોવા મળે છે. આ પછી તે તરત જ મંદિર સમિતિને તેની જાણ કરે છે. પોલીસમાં ફરિયાદ કરવામાં આવે છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ચોરને શોધી રહી છે.