મિથુન ચક્રવર્તી અને અનુપમ ખેરને આ ફિલ્મ માટે મળ્યા છે આટલા કરોડ રૂપિયા,The Kashmir Filesના કલાકારોને જાણો કેટલી મળી છે ફી?

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મThe Kashmir Files એક બાદ એક કમાણીના રેકોર્ડ કરી રહી છે. ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ ફિલ્મને સારી સફળતા મળી છે. આ ફિલ્મ હવે 200 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. હવે સૌના મનમાં સવાલ થઈ રહ્યો છે કે આ ફિલ્માં કામ કરનાર કલાકારોને કેટલા રૂપિયા ચાર્જ કર્યા હશે. તો આવો જાણી ક્યાં કલાકારને કેટલી મળી છે ફી,

આ ફિલ્મમાં સૌથી દમદાર પાત્ર છે પુષ્કર નાથનું જેને પ્લે કર્યું છે અનુપમ ખેરે, આમ પણ અનુપમ ખેર 1990માં બનેલ આ દુર્ઘટનાથી સારી રીતે વાકેફ હતા. તેથી તેમણે આ પાત્રને ભજવવામાં કોઈ કચાસ રાખી નથી. તેમને આ રોલ પ્લે કરવા માટે 1 કરોડ રૂપિયા ફી મળી છે.

આ ધ કાશ્મીર ફાઈલ્સ જેવી ઐતિહાસિક ફિલ્મ બનાવવા માટે વિવેક અગ્નિહોત્રીએ પણ 1 કરોડ ફી લીધી છે, તેમણે કાશ્મીર પંડિતો પર વિતેલી તે ક્ષણોને લોકો સમક્ષ સારી રીતે રજૂ કરી છે. તેમના ડાયરેક્શનની ચારે તરફ તારીફ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં વિવેકની પત્ની પલ્લવી જોશીએ પણ મહત્વની ભુમિકા નિભાવી છે. તેમણે રાધિકા મેનનો રોલ પ્લે કર્યો છે. આ રોલ માટે પલ્લવીને 50-70 લાખ રૂપિયા મળ્યા હોવાની વાત સામે આવી રહી છે.

આ ઉપરાંત અભિનેતા દર્શન કુમારે કૃષ્ણા પંડિતનો રોલ પ્લે કર્યો છે. તેમના કામના પણ ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે. આ રોલ માટે દર્શનને 45 લાખ રૂપિયા મળ્યા હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તિએ પણ આ ફિલ્મમાં સારો અભિનય કરી છે. તેમણે IAS ઓફિસર બ્રહ્મ દત્તનું પાત્ર ભજવ્યું છે. એવી વાત સામે આવી છે કે આ રોલ માટે મિથુનને 1.5 કરોડ રૂપિયા મળ્યા છે.

આ ઉપરાંત મહાભારતમાં દુર્યોધનનું પાત્ર ભજવીને પ્રખ્યાત થનાર પુનિત ઈસ્સારે પણ આ ફિલ્મમાં કામ કર્યું છે. તેમણે DGP હરિ Narainનો રોલ પ્લે કર્યો છે અને તેમને આ રોલ માટે 50 લાખ ફી મળી હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત આ ફિલ્મમાં મૃણાલ કુલકર્ણીએ લક્ષ્મી દત્તનો રોલ નિભાવ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર તેને આ રોલ માટે 50 લાખ રૂપિયા મળ્યા છે,

YC