દરિયા કિનારે ફરવા નીકળેલી હતું મહિલા, અચાનક હાથમાં લાગી ગઈ એવી વસ્તુ કે રાતોરાત બની ગઈ કરોડપતિ

કહેવાય છે કે ઉપરવાળો જયારે કઈ આપે છે ત્યારે છપ્પરફાડીને આપે છે. ઘણા લોકોને ક્યારેક એવી કિંમતી વસ્તુઓ મળી જતી હોય છે જેના કારણે તે રાતોરાત કરોડપતિ પણ બની જતા હોય છે. હાલ એવી જ એક ખબર થાઈલૅન્ડમાંથી આવી રહી છે, જ્યાં મહિલાના હાથમાં એવી વસ્તુ લાગી કે તેની કિસ્મત જ બદલાઈ ગઈ.

પ્રાપ્ત માહિતી અનુસાર જયારે સિરિપર્ન નિયમરીન નામની આ મહિલા 23 ફેબ્રુઆરીના રોજ વરસાદ અને તોફાન રોકાઈ ગયા બાદ બીચ ઉપર ફરવા માટે ગઈ હતી. ત્યારે તેને જોયું કે સમુદ્રમાંથી એક મોટો ટુકડો તટ ઉપર આવીને પડ્યો છે.

ત્યારે પાસે જઈને આ મહિલાએ તપાસ કરી તો તેમાં માછલીની ગંધ આવવા લાગી. ત્યારબાદ મહિલા તેને તટથી દૂર લઇ આવી. તેને એવી આશા હતી કે તેમાંથી કેટલાક પૈસા મળી જશે. પરંતુ આ વસ્તુની કિંમત કરોડોમાં હશે તેવી તેને કલ્પના પણ નહોતી.

આ મહિલા તે વસ્તુને પોતાના ઘરે લઇ આવી અને પોતાના પાડોશી પાસેથી તેના વિષે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. જયારે પાડોશીએ આ વસ્તુઓને જોઈ ત્યારે તેમને કહ્યું કે વ્હેલની ઉલ્ટી ambergris છે. તે પણ હેરાન રહી ગઈ. 12 ઇંચ પહોળા અને 24 ઇંચ લાંબા ટુકડાનું વજન લગભગ 6.8 કિલો હતું.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ ટુકડાની કિંમત 2 કરોડ રૂપિયાની આસપાસ છે. તેની તપાસ કરવા માટે મહિલા અને તેના પાડોશીએ તેની ઉલટીને અગ્નિના સંપર્કમાં લાવ્યા. ત્યારબાદ તે ઓગળવા લાગ્યું અને ઠંડુ થતા પાછું જામી ગયું.

હકીકતમાં વ્હેલની ઉલ્ટીને દુર્લભ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં થાય છે. નિયામરીન હવે વિશેષજ્ઞોની રાહ જોઈ રહી છે. જે તેની ખાતરી કરે કે આ વ્હેલની ઉલ્ટી જ છે.તેનું કહેવું છે કે જો આ સાચે જ વ્હેલની ઉલ્ટી હશે તો તેના દ્વારા મળનારા પૈસાથી તે પોતાના સમુદાયની મદદ કરશે.

Niraj Patel