ગુજરાતીઓ ફરવા માટે થાઈલેન્ડ અને બેંગકોક વધારે જતા હોય છે અને એમાં પણ ખાસ કરીને પુરુષો. મીટિંગના બહાને બેંગકોક કે થાઈલેન્ડ ફરવા ઉપડી જાય અને આ કેમ એ તો બધાને ખબર જ હશે કારણ કે થાઈલેન્ડની રંગીન ગલીઓ અને ત્યાંની નાઈટ લાઈફ એવી છે જે પુરુષોને આકર્ષે છે. ત્યારે હવે થાઈલેન્ડ જેવી જ લાઈફ વિયેતનામમાં પણ જોવા મળી રહી છે. હવે નવા વર્ષની પાર્ટી માટે થાઈલેન્ડ કરતા વિયેતનામ વધારે ફેમસ બન્યું છે.
સસ્તામાં રંગીન નજારો જોવા મળતા હવે લોકો વચ્ચે વધારે ક્રેઝ વિયેતનામનો જોવા મળી રહ્યો છે. વિયેતનામમાં મુસાફરીનો સારો સમય ડિસેમ્બર માસનો છે, આમ તો જ્યારે ઈચ્છો ત્યારે વિયેતનામ જઈ શકાય પણ મોટાભાગે લોકો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ત્યાં જવાનું વધારે પસંદ કરે છે અને એનું કારણ છે નવું વર્ષ. વિયેતનામમાં નવા વર્ષની ઉજવણી અન્ય દેશો કરતાં સસ્તી છે. ઉપરથી થાઈલેન્ડ બેંગકોક જેવી રંગીન ગલીઓ અને રંગીન માહોલ પણ જોવા મળે છે.
આ સાથે દારુની રેલમછેલ પણ થાઈલેન્ડ કરતા સસ્તી છે. આ ઉપરાંત ભારતનો એક રૂપિયો એટલે ત્યાંના 291 વિયેતનામી ડોંગ્સ. વિયેતનામ ખુબ જ સુંદર અને શાંત હોવાને કારણે પણ ભારતીય ટુરિસ્ટ મોટી સંખ્યામાં ત્યાં પહોંચે છે. ઉલ્લેખનીય છે કે, ત્યાંની સંસ્કૃતિ, ખેલ અને પર્યટન મંત્રીએ પર્યટનમાં સુધારો લાવવા ભારત અને ચીનના લોકોને શોર્ટ ટર્મ વિઝા છૂટ આપવાની ઓફર મૂકી છે.
ઉપરથી ફ્લાઈટ ટિકિટ પણ ખુબ સસ્તી. વન વે ટિકિટનો ખર્ચ 13થી 15 હજાર રૂપિયા આસપાસ અને વિયેતનામ જવા માટે દિલ્હી, મુંબઈ અને કોલકાતાથી ફ્લાઈટ છે.જો તમારી પાસે 1000 ભારતીય રૂપિયા હોય તો તમે તેને 2,91,000 વિયેતનામી ડોંગમાં રૂપાંતરિત કરી શકો એટલે ત્યાં ફરવા માટે અને ખર્ચ કરવા તમારી પાસે ઘણા પૈસા હશે.