શું તમે પણ કોઈ સારી જગ્યા એ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો તમે શ્વેતા તિવારીની થાઇલેન્ડ ટ્રાવેલ ડાયરી પર એક નજર નાખી શકો છો. જ્યાં તમે નાઇટલાઇફથી કુદરતી સૌંદર્ય સુધીનો આનંદ માણી શકો છો અને આ સ્થળ કે જે યંગજનરેશન માટે પણ પરફેક્ટ પ્લેસ છે, જી હા ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી આ દિવસોમાં ખૂબસુરત તસવીરો શેર કરીને ચર્ચામાં બની રહે છે.
શ્વેતા તિવારી 44 વર્ષની ઉંમરે પણ હોટ તસવીરો શેર કરીને ફેન્સના ધબકારા વધારી દે છે. તમે એક્ટ્રસની આ તસવીરો જોશો તો તમને પણ આ જગ્યા ખૂબ પસંદ આવી જશે. કેટલીક હોટ તસવીરો જે જોઇને તમારો પરસેવો છૂટી જશે. આ તસવીરોમાં શ્વેતા તિવારી ટોન્ડ બોડી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. જો કે એક્ટ્રેસની આ તસવીરોએ સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી દીધી છે. હોટનેસ જોઇને તમે પણ ફિદા થઇ જશો

જી હા, શ્વેતા તિવારીએ તેના સોશિયલ મીડિયા પર થાઇલેન્ડ વેકેશનની તસવીરો શેર કરી છે. જે ખૂબ જ સુંદર સ્થળ છે. નાઇટલાઇફથી લઈને અહીંના પર્યટન સ્થળો સુધી, તે જોવા યોગ્ય છે. થાઇલેન્ડ તેના દરિયાકિનારા, ટાપુઓ અને સુંદરતા માટે જાણીતો છે. શ્વેતા તિવારી 2024 માં લોકપ્રિય તહેવાર સોંગક્રાન ફેસ્ટિવલની ઉજવણી કરવા માટે થાઇલેન્ડ પહોંચી હતી. જણાવી દઈએ કે આ તહેવારમાં લોકો એકબીજા પર પાણી ફેંકીને ઉજવણી કરે છે. તેને બૌદ્ધ નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે.

આ ઉપરાંત શ્વેતાએ થાઇલેન્ડમાં ઘણા લોકપ્રિય સ્થળોની પણ મુલાકાત લીધી હતી, જેમાંથી એક બિગ બુદ્ધ. આ સ્થળ ફુકેટમાં છે. અહીં તમને ભગવાન બુદ્ધની 2 પ્રતિમાઓ જોવા મળશે. જેમાં એકની ઊંચાઈ 45 મીટર અને બીજી 92 મીટર છે. આ પ્રતિમાઓ આરસપહાણની બનેલી છે.

શ્વેતા તિવારીએ થાઇલેન્ડના ક્રાબીમાં જેમ્સ બોન્ડ આઇલેન્ડની પણ મુલાકાત લીધી હતી. આ ટાપુને ખાઓ ફિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટાપુ થાઈલેન્ડના ફાંગ ના ખાડીમાં આવેલો છે. અહીં તમને ચૂનાના પથ્થરના ટાપુઓ, સ્ફટિકીય પાણી અને ગુફાઓ જોવા મળશે.

થાઈલેન્ડમાં શાકાહારી ખોરાક ઓછો મળે છે પરંતુ અહીંના સ્થાનિક બજારમાં મળતા તાજા ફળો ખૂબ પસંદ કરવામાં આવે છે. તમે અહીં તાજા ફળોનો આનંદ માણી શકો છો.

થાઈલેન્ડનો રાયલે બીચ પણ જોવા લાયક છે. અહીં પણ તમને ચૂનાના પથ્થરના ખડકો અને સુંદર બીચ જોવા મળશે. અહીં તમે રોક ક્લાઇમ્બિંગ જેવી પ્રવૃત્તિઓ પણ કરી શકો છો. અહીં ઘણી રેસ્ટોરન્ટ્સ પણ છે જ્યાં તમે નાઇટલાઇફનો આનંદ માણી શકો છો.