આ ત્રણ બહેનોના ચહેરાથી લઇને બધુ જ છે એકસરખુ, ઘણીવાર તો બધા થઇ જાય છે કંફ્યુઝ

આ ત્રણ બહેનોનો છે એક જેવો ચહેરો, બોયફ્રેન્ડ પણ થઇ જાય છે કંફ્યુઝ, જુઓ તસવીરો

તમે કોઇ જુડવા બાળકોને જોયા હશે કે તેમના ચહેરા એક જેવા હોય, ઘણીવાર એવું બનતુ હોય છે કે, તેમના ચહેરાની સાથે સાથે સાથે તેમની કદ-કાઠી પણ એક જેવી હોય છે. પરંતુ શું તમે એવું કયારેય જોયુ છે કે,કોઇકને ત્રણ બાળકો એટલે કે તિડવા થયા હોય અને તેમના ચહેરા, કદ-કાઠી બધુ જ સરખુ હોય.

હાલ આવી જ એક કહાની અમે તમારી સમક્ષ લઇને આવ્યા છે, જેમાં એક સાથે પેદા થયેલી ત્રણ બહેનો કે જેમનો ચહેરો, કદ-કાઠી અને ઉંમર બધુ જ એક સમાન છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ ત્રણેયના બોયફ્રેન્ડ પણ ઘણીવાર કંફ્યુઝ થઇ જાય છે કે તેમની ગર્લફ્રેન્ડ કઇ છે.

ડેલી મેલના રીપોર્ટ અનુસાર, આ ત્રણેય બહેનોનું નામ સેરેના, કેલે અને એલિસ ટેરી છે. આ ત્રણ બહેનો ટેરી ટ્રિપલ્સના નામે મશહૂર છે. ઘણીવાર તો તેમના ખૂબ જ નજીકના લોકો ત્રણેય વચ્ચે કંફ્યુઝ થઇ જાય છે. ટેરી ટ્રિપલ્સ હંમેશા ખુશ રહે  છે. પરંતુ આ ત્રણેયનો ચહેરો એક જેવો હોવાને કારણે ઘણીવાર પરેશાનીનો સામનો કરવો પડે છે.

ત્રણેય વધારે તો એકસાથે જ કામ કરે છે.. આ ત્રણેય બહેનો સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે. એટલું જ નહિ તેઓ ઘણીવાર એક જેવા કપડા પહેરે છે અને એક જેવો જ મેકઅપ કરે છે. તે તેમના વાળનો કલર એક જેવો જ રાખે છે. ઇન્સ્ટાગ્રામ પરલ ટેરી ટ્રિપલ્સ નામે આ ત્રણેય બહેનોનું એકાઉન્ટ છે, જયાં તેઓ સતત તેમની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તેઓના ટિકટોક પર લગભગ 1 મિલિયન ફોલોઅર્સ છે.

આ બહેનો કેટલીક બ્રાંડ્સ પણ એંડોર્સ કરે છે. આ કહાની બ્રિટેનમાં રહેનારી ત્રણ બહેનોની છે, જે ઇન્ટરનેટ સેંસેશન બનેલી છે. આ ત્રણેય બહેનો બ્રિટેનના કેંટની છે. રીપોર્ટ અનુસાર, સેરેના, કેલે અને એલિસનો એક જેવો ચહેરો તેમના બોયફ્રેન્ડ્સને પણ કંફ્યુઝ કરી દે છે. જો કે, આ ત્રણેય બહેનોમાંથી એક જ રિલેશનશિપમાં છે.

પરંતુ પહેલા એવું થયુ છે કે તેમના બોયફ્રેન્ડ કંફ્યુઝ રહી ગયા કે ત્રણેયમાંથી તેમની ગર્લફ્રેન્ડ કઇ છે. ત્રણેય બહેનો વચ્ચે જોરદાર બોન્ડિંગ છે. આ કારણે તેમના સંબંધ પર કયારે અસર નથી પડતી.

Shah Jina