સરકારી શાળાની શિક્ષિકાએ બાળકોને કીચડમાં ઉભા રાખ્યા અને પોતાના કપડાં ના બગડે એ માટે બનાવ્યો ખુરશીનો પુલ, વીડિયો જોઈને લોકોને આવ્યો ગુસ્સો

વરસાદની અંદર ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જતું હોય છે, અને તેમાં પણ જો સારા કપડાં પહેરી લીધા તો પથારી ફરી જતી હોય છે, કારણે બજારમાં ઠેર ઠેર પાણી ભરાયેલા હોય છે અને તેના કારણે કપડાં પણ ગંદા થતા હોય છે, ઇન્ટરનેટ ઉપર પાણીમાં કપડાં ના બગડે તેના માટે ઠ્ઠાઈને લોકો અલગ અલગ જુગાડ પણ બતાવતા હોય છે, જે વાયરલ થાય છે, પરંતુ હાલ સ્કૂલમાંથી આવેલો એક વીડિયો લોકોને હેરાનીમાં મૂકી દીધા છે.

મથુરામાં પોતાના શિક્ષક માટે પાણીમાં ખુરશીઓ સાથે પુલ બનાવવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓના શિક્ષકને શરણાગતિ આપવાની આ હરકતના વખાણ થઈ રહ્યા છે તો લોકો તેને ખોટું પણ કહી રહ્યા છે. આ મામલો બલદેવ વિસ્તારની દઘેટા ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળાનો છે. વરસાદને કારણે શાળામાં પાણી ભરાઈ ગયા હતા, પરંતુ શાળા બંધ થતાં શાળામાં મદદનીશ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પલ્લવીએ બાળકોને ગંદા પાણીમાંથી બહાર નીકળવા માટે પાણીમાં ખુરશી મુકાવડાવી અને તેમના કપડાં ના બગડે તે માટે ખુરશી ઉપરથી બહાર આવી હતી.  હવે આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

શાળામાં ભરાયેલા પાણી વચ્ચે ખુરશીઓનો પુલ બનાવીને બહાર આવતી શિક્ષિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો આ વીડિયોને લઈને પોતાના ફીડબેક આપી રહ્યા છે. કેટલાક આને બાળકોના ભવિષ્ય સાથે રમત ગણાવીને શાળાના શિક્ષણ સામે સવાલ ઉઠાવી રહ્યા છે.  ત્યારે એ પણ ખબર આવી રહી છે કે આ શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.

સરકારી શાળાના પ્રિન્સિપાલ સુજાતા સિંહે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી શાળાની સામે રોડ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં માટી નાખવામાં આવી છે. જેના કારણે રોડ ઉપર છે પણ શાળા નીચે છે. જેના કારણે શાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ અંગેની માહિતી બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર બલદેવ અને શિક્ષણ વિભાગને આપવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Niraj Patel