તથ્ય પટેલનો અકસ્માત બાદનો વધુ એક જૂનો વીડિયો વાયરલ, લોકોએ માર મારતા જ પોપટની જેમ બોલી પડ્યો કે “ગાડીની સ્પીડ કેટલી હતી..” જુઓ વીડિયો

Tathya Patel new video : ઇસ્કોન બ્રીજ પર મોતનો તાંડવ સર્જનારા તથ્ય પટેલના મામલામાં ઘણા બધા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે જેમાં એક પછી એક અકસ્માતની વિગતો પણ સામે આવતી હોય છે. લોકો પણ આ અકસ્માતમાં રસ દાખવી રહ્યા છે અને આ ઘટના કેવી રીતે બની તે અંગે વધુ જાણવા માંગી રહ્યા છે, કારણે આ અમદાવાદના ઇતિહાસની સૌથી ગોઝારી ઘટનામાંથી એક છે, જેમાં 10 લોકોના મોત થયા.

અકસ્માત બાદનો નવો વીડિયો આવ્યો સામે :

ત્યારે હવે આ અકસ્માત સર્જનારા તથ્ય પટેલનો એક નવો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો અકસ્માત સ્થળ પરનો હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણ કે વીડિયોમાં તથ્ય લોહી લુહાણ હાલતમાં બેઠો છે અને કોઈ વ્યક્તિ તેને કેટલાક સવાલો પણ પૂછી રહ્યું છે. તથ્ય પટેલે પુરપાટ ઝડપે કાર હંકારી અને અકસ્માત જોવા માટે ઉભા રહેલા લોકોના ટોળા પર કાર ફેરવી વાળી. અકસ્માત સર્જ્યા બાદ ત્યાં હાજર લોકોએ તથ્યને મેથીપાક પણ ચખાડ્યો હતો.

120ની સ્પીડ પર હોવાની કબૂલાત :

ત્યારે આ વીડિયો હાલ અકસ્માત બાદનો કહેવામાં આવી રહ્યું છે. જેમાં તથ્ય પોલીસવાન પર બેઠેલો છે અને કોઈ તેને સવાલ પૂછી રહ્યું છે. વીડિયોમાં તે ખુબ જ ગભરાયેલો પણ જોવા મળી રહ્યો છે. તેની ટી શર્ટ અને મોઢા પર પણ લોહીના અને ઇજાના ડાઘ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં તેને પૂછવામાં આવી રહ્યું છે કે “સાચું બોલ કાર સ્પીડમાં હતી કે નહીં ?” ત્યારે તથ્ય કહે છે કે “હા.. 120 પર હતી.” તથ્ય એમ પણ કહી રહ્યો છે કે “અંધારું હતું એટલે મને કઈ દેખાયું નહીં, નહિ તો બ્રેક ના મારુ ?”

5 અન્ય મિત્રો પણ હતા સવાર :

તમને જણાવી દઈએ કે અકસ્માતની જાણ થયા બાદ જ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ઘટના સ્થળે આવી ગયા હતા અને તથ્યને લઈને સિમ્સ હોસ્પિટલ ચાલ્યા ગયા હતા, જ્યાં તેની સારવાર કરાવી હતી, ત્યારબાદ પોલીસે ગઈકાલે તેની ધરપકડ કરી લીધી હતી અને તેની પુછપરછ પણ કરવામાં આવી હતી. આ ઘટના સમયે તથ્ય સાથે અન્ય 5 લોકો પણ હતા, જે તથ્યને માર મારતા જોઈને ત્યાંથી ભાગી ગયા હતા, જેના બાદ બીજા દિવસે પોલીસે તેમની અટકાયત કરી હતી.

Niraj Patel