તનુશ્રી દત્તાનું બોડી ટ્રાન્સફોર્મનેશન જોઈને ચોંકી ગયા ચાહકો, વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો…

”આશિક બનાયા આપને” માં આ અભિનેત્રીએ પરિવાર સાથે ન જોવાય એવા દ્રશ્યો આપેલા, અત્યારે જુઓ કેવું ફિગર બનાવ્યું

બોલીવુડની અભિનેત્રી તનુશ્રી દત્તા ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. આ દિવસોમાં તનુશ્રી પોતાના બોડી ટ્રાન્સ્ફોર્મેનશનને લઈને ચર્ચામાં છવાઈ ગઈ છે. તનુશ્રીએ પોતાનું ઘણું બધું વજન ઘટાવી લીધું છે. હવે તે સ્લિમ અને ટ્રિમ લુકમાં નજર આવી રહી છે. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમે પણ હેરાન રહી જશો.

તનુશ્રી દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયોની અંદર તેના ફેટ ટુ ફિટ ટ્રાન્સ્ફોર્મેનશનને સ્પષ્ટ જોઈ શકાય છે.

તનુશ્રીએ “ડોન્ટ રશ” ચેલેન્જ લીધો છે અને તેને લઈને જ આ વીડિયો પણ શેર કર્યો છે. હાલમાં મોટાભાગના સેલેબ્રિટીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સ આ ચેલેંજના વીડિયોને બનાવી ચુક્યા છે.

તનુશ્રીના આ શાનદાર ટ્રાન્સફોર્મેશન જોઈને તેના ચાહકો તેની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે. એટલું જ નહીં અભિનેત્રીની આ પોસ્ટ ઉપર ઘણા બધા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. લોકો તેને એ સવાલ પણ પૂછી રહ્યા છે કે તે ફિલ્મોમાં ક્યારે પરત ફરશે. તો એક યુઝર્સે કોમેન્ટ કરીને લખ્યું છે, કે “2000ના બાળકોનો ક્રશ પાછો આવી ગયો.”

અભિનેત્રી તનુશ્રી દત્તાના કેરિયરની જો વાત કરવામાં આવે તો તેને ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યા બાદ વર્ષ 2005માં ફિલ્મ “આશિક બનાયા આપને”થી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું, જેમાં “ચોકલેટ, ભાગમ-ભાગ,ઢોલ, રિસ્ક, ગુડબોય બેડબોય, સાસ બહુ અને એપાર્ટમેન્ટ” જેવી ફિલ્મો સામેલ છે.

તમને જણાવી દઈએ વર્ષ 2018માં તનુશ્રી દત્તા ત્યારે ચર્ચામાં આવી હતી જયારે તેને અભિનેતા નાના પાટેકર ઉપર શોષણનો આરોપ લગાવ્યો હતો. તેને જણાવ્યું હતું કે વર્ષ 2008માં તેને ફિલ્મ “હોર્ન ઓકે પ્લીઝ” માટે એક આઈટમ નંબર શૂટ કરવાનું હતું. શૂટિંગ દરમિયાન નાના પાટેકર તેને ખોટી રીતે અડવા લાગ્યા હતા. આ કેસની અંદર તપાસ થઇ અને તનુશ્રી દત્તાના આરોપોને આધારહીન માનવામાં આવ્યા. ત્યારબાદ આ કેસને બંધ કરી દેવામાં આવ્યો.

Niraj Patel