સૂર્ય ગ્રહણ 2021 : વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ 10 જૂન એટલે કે આવતી કાલે, જાણો કઇ રાશિ પર થશે અસર

જયોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય ગ્રહણનો પ્રભાવ પૂરા સંસાર પર થાય છે. બધાના પર તેના સારા અને ખરાબ પ્રભાવ થાય છે. ગ્રહણ દરમિયાન શુભ કાર્ય કરવાની મનાઇ હોય છે. આ વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ 10 જૂને એટલે કે આવતી કાલે છે.

સૂર્ય ગ્રહણ બપોરે 1:42 વાગ્યાથી શરૂ થઇને સાંજે 06:41 વાગ્યે સમાપ્ત થશે. ખાસ વાત તો એ કે, ગ્રહણ વલયાકાર થશે. તમને જણાવી દઇએ કે, સૂર્યનો લગભગ 99 ટકા ભાગ ચંદ્રમાના છાયામાં છૂપાઇ જશે અને સૂર્ય કોઇ ચમકદાર છલ્લા જેમ જોવા મળશે. તેને વલયાકાર સૂર્ય ગ્રહણ કહે છે.

ભારતમાં આ ગ્રહણને જોવામાં નહિ આવે. જયારે દુનિયાના કેટલાક ભાગમાં તે જોવા મળશે. ગ્રહણ મુખ્ય રૂપથી અમેરિકા, યુરોપ અને એશિયા, ઉત્તર કેનેડા, ગ્રીન લેંડ અને રૂસમાં જોવા મળશે.ભારતમાં સૂર્ય ગ્રહણ ના હોવાને કારણે તેનો સૂતક કાળ પણ માન્ય નહિ હોય. માન્ચતા છે કે, સૂતક કાળમાં કોઇ પણ શુભ કાર્ય અને પૂજા પાઠ કરવામાં આવતા નથી.

કાલે શનિ જયંતિ અને જેઠ અમાસ પણ છે. આ સૂર્ય ગ્રહણ એટલા માટે ખાસ છે કે કારણ કે શનિ જયંતિ પર ગ્રહણનો યોગ લગભગ 148 વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલા શનિ જયંતિ પર સૂર્ય ગ્રહણ 26 મે 1873ના રોજ થયુ હતુ, જાણકારી અનુસાર ભારતમાં પૂર્ણ નહિ પરંતુ આંશિક સૂર્ય ગ્રહણ જોવા મળશે, એવામાં આપણે જોઇએ કે, કઇ રાશિ પર સૂર્ય ગ્રહણની અસર થશે.

1.મકર રાશિ : કાલનું સૂર્ય ગ્રહણ મકર રાશિના લોકો પર વિપરિત પ્રભાવ નાખી શકે છે. આ સમયે મહેનત કરવાની જરૂરત પડશે. આ સમય પર તમે જોબ બદલવા વિશે વિચારી કરતા હોવ તો ત્યાગી દો.

2.મિથુન રાશિ : સૂર્ય ગ્રહણ દરમિયાન મિથુન રાશિ વાળાને કેટલાક ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. શેર બજારમાં નિવેશ કરવાનુ વિચારી રહ્યા છો તો હાલ માટે આ નિર્ણયને ટાળી દેવો ઉચિત રહેશે.

3.તુલા રાશિ : જયોતિષવિદો અનુસાર, તુલા રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણ અશુભ સાબિત થઇ શકે છે. આ સમયે ગર્ભવતી મહિલાઓને ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો, નોકરી અને બિઝનેસ બંનેમાં તમારુ મન કામ કરવામાં નહિ લાગે. તે પોતાને તણાવ ગ્રસ્ત મહેસૂસ કરશો.

4.વૃષભ રાશિ : સૂર્ય ગ્રહણ દરમિયાન આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખર્ચામાં વધારો થશે. રિલેશનશિપ મામલે આ સમય સારો માનવામાં આવતો નથી.

5.સિંહ રાશિ : આ સૂર્ય ગ્રહણ સિંહ રાશિ માટે પરેશાની લઇને આવી શકે છે. આ સમયે તમને ઘણુ સંભાળીને પૈસા ખર્ચ કરવા.

Shah Jina