Surya Gochar 2025: વૈદિક જ્યોતિષ પ્રમાણે ગ્રહોના રાજા સૂર્ય 17 સપ્ટેમ્બરનાં રોજ કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્યને માન-સન્માન, સુખ-સમૃદ્ધિ, આત્મશક્તિ અને ધનની પ્રાપ્તિનો મુખ્ય કારક માનવામાં આવે છે. હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં ખૂબ જ પ્રભાવી સ્થિતિમાં છે, પરંતુ 17 સપ્ટેમ્બરની રાત્રીના 01:54 વાગ્યે તે કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને 17 ઓક્ટોબર સુધી ત્યાં રહેશે. આ ગોચરનો સીધો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ ખાસ કરીને ત્રણ રાશિના જાતકો માટે આ સમયગાળો શુભ ફળ આપનાર સાબિત થશે.
મેષ: રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ લાભદાયક રહેશે. સૂર્ય છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે, જેના કારણે કરિયર ક્ષેત્રે સ્થિરતા મળશે અને મહેનતના અનુરુપ પરિણામ પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે અને જવાબદારીમાં વધારો થઈ શકે છે. વેપારીઓ માટે આ સમયગાળો ફાયદાકારક રહેશે. અચાનક મળતા ધનલાભથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય પર ખર્ચ થવાની સંભાવના રહેશે.
ધનુ: રાશિના જાતકો માટે સૂર્યનો આ ગોચર અત્યંત શુભ રહેશે. સૂર્ય દશમ ભાવમાં રહેશે જેના કારણે નોકરી અને બિઝનેસ બંનેમાં સફળતા પ્રાપ્ત થશે. નવી નોકરીની તક મળશે, સાથે જ કામ પ્રત્યે સંતોષનો અનુભવ થશે. વેપારીઓ નવી યોજનાઓ બનાવીને સારો નફો મેળવી શકશે. પ્રતિસ્પર્ધીઓ સામે મજબૂત રીતે ઉભા રહી શકશો અને જીવનસાથી સાથેનો સમય આનંદદાયક રહેશે.
સિંહ: રાશિના જાતકો માટે આ ગોચર ધન અને વાણીના ભાવમાં થઈ રહ્યું છે. જેના કારણે અચાનક ધનલાભની સંભાવના છે. નવો પ્રોજેક્ટ હાથમાં આવશે અને કારકિર્દીમાં પ્રગતિ થશે. આ સમયગાળો સકારાત્મક ઉર્જા વધારનાર સાબિત થશે. તમારી વાણીમાં એવો પ્રભાવ આવશે કે લોકો આપથી પ્રેરિત થશે. વેપારીઓ માટે ઉધાર પૈસા પાછા મળવાના યોગ પણ બની રહ્યા છે.
સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ કેટલીક રાશિઓ માટે પડકારજનક પણ હોઈ શકે છે, પરંતુ મેષ, ધનુ અને સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો સફળતા, સમૃદ્ધિ અને સુખ આપનાર બનશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)