સુરતના પાલ વિસ્તારમાં એલઆઈજી આવાસમાં રહેતા 26વર્ષીય યુવક દીક્ષિત ચૌહાણે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. મૃતકના પરિવારજનો દ્વારા લગાવાયેલા ગંભીર આરોપોમાં કહેવામાં આવ્યું છે કે, દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા. પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવયુ. આ અંગે મૃતકના ભાઈ દ્વારા આ યુવકના આપઘાત મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. યુવકના ભાઈનું માનવું હતું કે તેના ભાઈને પત્ની દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. અને તેના જ કારણે ભાઈએ આપઘાત જેવું અંતિમ પગલું ભર્યું. મૃતક યુવાનના ભાઈની ફરિયાદ બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં સામે આવ્યું કે પત્ની પ્રેમી સાથે ભાગી જતા પતિએ આપઘાત કર્યો.

સુરત શહેરના પાલ સુડા આવાસમાં રહેતો 33 વર્ષીય દીક્ષિત મનહરભાઈ ચૌહાણ અડાજણ પ્રાઈમ આર્કેડમાં રેડીમેન્ટ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો.ચાર વર્ષ પહેલાં તેણે દિવ્યા સંતોષ જાદવ સાથે પ્રેમલગ્ન કર્યા હતા,પરંતુ લગ્ન બાદ બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. દીક્ષિતની મોટી બહેન પ્રતીક્ષાએ જણાવ્યું હતું કે, દિવ્યાનું કેવિન પટેલ નામના યુવક સાથે અફેર હતું, જેની જાણ દીક્ષિતને થઈ હતી. આ કારણે દિવ્યા દીક્ષિત સાથે ઝઘડા કરતી. અને રૂપિયા માટે માનસિક ત્રાસ આપતી હતી.પત્ની દિવ્યા, દીક્ષિતને પરિવાર સાથે વાત કરવા પણ ન દેતી હતી. બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.દિવ્યાએ પોતાના પ્રેમી કેવિનને ઘરે બોલાવ્યો અને બંનેએ મળીને દીક્ષિત સાથે મારામારી કરી હતી.પડોશીઓએ દોડી જઈને દીક્ષિતને બચાવ્યો હતો.

દીક્ષિતે માતાને ઘરના એક રૂમમાં બંધ કર્યા બાદ પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આ પગલું ભર્યું હતું. આત્મહત્યા પહેલાં દીક્ષિતે નાની બહેન મીનાક્ષીને બીજાના નંબરથી ફોન કરીને કહ્યું હતું કે, “હું જીવનથી કંટાળી ગયો છું, હું સુસાઈડ કરી લઈશ.”સુસાઇડ પહેલા દીક્ષિતનો તેની પત્ની સાથેનો ઝપાઝપીનો વીડિયો પણ વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં દીક્ષિતની પત્નીનો પ્રેમી પણ દેખાઈ આવી રહ્યો છે. આ મામલે પાલ પોલીસે પત્ની અને તેના પ્રેમી કેવલ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અને બંનેની ધરપકડ કરી હતી.ઘટનાને લઈને મૃતકની માતાએ જણાવ્યું હતું કે મને ન્યાય જોઈએ છે મારી વહુ મને અને મારા દીકરાને ખૂબ જ ત્રાસ આપતી હતી.મને પણ માર મારતી હતી મારી વહુ મને જમવાનું પણ નહીં આપતી અને મારો મોબાઇલ પણ તેને પાણીમાં નાખી દીધો હતો.

પાલ વિસ્તારમાં રહેતા યુવાનના આપઘાત મામલામાં પોલીસે મૃતક યુવાનની પત્ની સાથે અન્ય એક શખ્સની પણ ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે મૃતક યુવાનની પત્નીને આ શખ્સ સાથે આડાસંબંધો છે. મૃતકની પત્ની તેના પતિને છોડીને આ યુવાન સાથે રહેતી હોવાનું પોલીસને જાણવા મળ્યું. આથી પોલીસને શંકા છે કે પત્ની પ્રેમી સાથે જતી રહેતા પતિએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું. હાલમાં પોલીસે યુવાનના આપઘાત મામલે દુષ્પ્રેરણનો ગુનો નોંધી પત્ની દિવ્યા ચૌહાણ અને તેના પ્રેમી કેવીન પટેલની ધરપકડ કરી છે. મૃતક યુવાનના પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને તેના ઘર તેમજ આસપાસના લોકોની પૂછપરછ બાદ યુવાનના આપઘાત મામલે વધુ સ્ફોટક માહિતી મળી શકે છે.