સાસુ-વહુના સંબંધને લાંછન લગાવતો કિસ્સો : મામૂલી આ કારણે વહુએ સાસુની કરી દર્દનાક હત્યા

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પ્રેમ સંબંધમાં હત્યા કરી દેવામાં આવે છે, તો ઘણીવાર અંગ અદાવતમાં હત્યા કરી દેવામાં આવે છે. કોઇક વાર તો એવું બનતુ હોય છે કે, કોઇ નાની અમથી વાતને લઇને હત્યા કરી દેવામાં આવતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે અને હાલમાં પણ હત્યાનો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં બન્યુ એવું કે, 5 મહિનાના બાળક સાથે વહુને પિયર આસામ જવુ હતુ અને તેને સાસુએ આ વાતની ના કહેતા તેની હત્યા કરી નાખી. આ ઘટનામાં વહુ સાથે તેનો ભાઇ પણ સામેલ હતો.

વહુ અને તેના ભાઇએ તકીયા વડે મોઢું અને ગળું દબાવી મોતને ઘાત ઉતારી અને પછી ઘરને બહારથી તાળું મારી ભાગી ગયા હતા. જો કે પતિને સમય રહેતા સમગ્ર ઘટનાની જાણ થઇ અને તે બાદ બંનેને સુરત રેલવે સ્ટેશનથી ઝડપી પાડી માર મારીને વરાછા પોલીસને હવાલે કર્યા હતા.ઘટનાની વિગત જોઇએ તો, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી પરિમલ સોસાયટીમાંથી આ હત્યાની ઘટના સામે આવી હતી.પરિમલ સોસાયટીના પહેલા માળે રહેતો રત્નકલાકાર સંદીપ ઉર્ફે દેવો જીણાભાઇ સરવૈયા ગત રાતે નાઇટ ડ્યુટીમાં ગયો હતો અને તેની માતા વિમળાબેન તેમજ પત્ની દિપીકા અને સાળો દિપાંકર દિપક મંડલ ઘરે હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ત્યારે તેની પત્ની 5 મહિનાના બાળકને લઇ તેના વતન જવા ઇચ્છતી હતી. પરંતુ સંદીપ અને તેની માતા વિમળાબેન આ વાત માટે ના કહી રહ્યા હતા. આ વાતને લઇને છેલ્લા કેટલાક દિવસથી ઝઘડો ચાલી રહ્યો હતો. ત્યારે સંદીપ નાઇટ ડ્યુટીમાં હતો તે તકનો લાભ લઇ તેની પત્ની અને તેના સાળા વતન જવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ આ અરસામાં વિમળાબેન જાગી ગયા અને તેઓએ બંનેને અટકાવ્યા જે બાદ દિપીકા અને તેના ભાઇ દિપાંકરે તકીયા વડે વિમળાબેનનું મોંઢુ અને ગળું દબાવી તેમને મોતને ઘાટ ઉતારી દીધા અને ઘરને બહારથી તાળું મારી ચાલ્યા ગયા હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આ ઘટનાની ગંધ જીણાભાઇને આવી જતા તેમણે તેમના પુત્ર સંદીપને ફોન કર્યો અને આ બાબતે જાણ કરી. સંદીપ તરત રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યો અને પત્ની દિપીકા તેમજ સાળા દિપાંકરને પકડીને માર મારી ઘરે લઇ આવ્યો. ઘરે આવી માતાને મૃત જોતા સંદીપને પત્નીને પુનઃ માર મારી પોલીસને જાણ કરી હતી. જેણે પગલે પીઆઇ સ્ટાફ સાથે ઘસી ગયા હતા અને હત્યાનો ગુનો નોંધી દિપીકા અને દિપાંકરની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સંદીપનો આજથી ચાર વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતી સાથે પરિચિય થયો હતો અને તે અસામ ખાતે રહેતી દીપિકા માન્ડલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બનેના ચાર વર્ષ પહેલા જ પ્રેમ લગ્ન થયા હતા. મૂળ ગુજરાતના યુવકે આસામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા

Shah Jina