માં-બાપ સાવધાન : સુરતના અડાજણ-પાલ રોડ પરના એપાર્ટમેન્ટમાં ધાબા પર ચડેલા છ વર્ષનો માસૂમ બાળકનું અચાનક થયું મૃત્યુ

સુરતમાં 6 વર્ષનું બાળકનું તડપી તડપીને થયું મૃત્યુ…દીદી અને મિત્રો સામે જ થઇ દુર્ઘટના…કાળજું કંપાવી દે એવી ઘટના

દીવાળી ગઇ નથી કે તરત લોકો ક્રિસમસની રાહ જોતા હોય છે અને હવે તો 25 ડિસેમ્બર એટલે કે ક્રિસમસ પણ ખત્મ થઇ ગઇ છે ત્યારે હવે ઉત્તરાયણનો તહેવાર આવવાનો છે. દરેક લોકો નાના હોય કે મોટા બધા જ ઉત્તરાયણના તહેવારની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હવે આ તહેવારને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતના સુરતમાંથી એક ચોંકાવનારો અને હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે.  સુરતના અડાજણ-પાલ રોડ પર એક 6 વર્ષનું માસૂમ બાળક ધાબા પર પતંગ ચગાવવા ગયુ હતુ અને ત્યાંથી નીચે પટકાતા તેનું મોત થયુ હતુ. આ બાળકની જિંદગીનો દોર ઉત્તરાયણ પહેલા જ કપાઇ ગયો હતો.

એગ્રિકલચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપકનો એકના એક દીકરો તનય કે જે 6 વર્ષનો છે તે ધોરણ 1માં અભ્યાસ કરતો હતો. આ પરિવાર નીલકંઠ એવન્યુમાં રહેતો હતો અને ઉત્તરાયણ નજીક હોવાથી તનય તેની બહેન અને મિત્રો સાથે સાંજે પતંગ ચગાવતો હતો. ત્યારે તેનુ ધ્યાન ન રહેતા તે એપાર્ટમેન્ટની અગાશી પરથી નીચે પટકાયો હતો. લગભગ 60-70 ફૂટ નીચે પટકાતા તનય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને ગંભીર હાલતમાં જોઇ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો પણ દોડી આવ્યા હતા અને તેની માતાને જાણ થતા તે પણ તરત દોડી આવ્યા હતા. જો કે દીકરાની આવી હાલત જોઇ માતા પણ ભારે આક્રંદ સાથે રડી રહ્યા હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

તનયના પિતા હિરેનભાઇ પટેલે જણાવ્યુ કે તનયને કાલે પહેલી જ વાર પતંગ આપ્યા અને તેના જીવનની દોર તૂટી ગઈ. હિરેનભાઈએ જણાવ્યું હતું કે તનય ધોરણ-1માં અભ્યાસ કરતો હતો. તે રોજ નીલકંઠ એવન્યુના તેના મિત્રો સાથે ધાબા પર રમવા જતો હતો. તેની મોટી બહેન સાથે જ રહેતી હતી. ગુરુવારે સાંજે તનયે પતંગ ચગાવવાની જીદ કરી રહ્યો હતો અને તેની માતાએ પતંગ લાવી પણ આપ્યો હતો. બહેન અને બીજા મિત્રો સાથે હતા. પરંતુ તનય પટકાતાં અચાનક બૂમાબૂમ અને ચિચિયારીઓ પડતાં લોકો ભેગા થઈ ગયા હતા.

પ્રતિકાત્મક તસવીર

તેમની પત્નીએ દોડીને જોયું તો તનય અગાસી પરથી નીચે પટકાયો હતો. તનયને માથા અને છાતીમાં ગંભીર ઇજાઓ થઈ હતી. તાત્કાલિક તેને હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેની મોતની જાણ તેમની પત્નીને નથી. તેમને જણાવ્યુ કે, પત્નીને તો એમ જ છે કે તનય હોસ્પિટલમાં દાખલ છે અને સાજો છે, મારું મન જ જાણે છે. હું આખી રાત દીકરાના મૃતદેહ સાથે કેમ રહ્યો છું. હાલ આ મામલે અડાજણ પોલીસ કાર્યવાહી કરી રહી છે.

તમને જણાવી દઈએ કે એગ્રિકલચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપકના એકના એક દીકરા સાથે ઉત્તરાણ પહેલાં થયેલી દુર્ઘટના એ બાળકોના પેરેન્ટ્સ માટે જાગ્રત રહેવાનો સંદેશો આપી રહી છે. પીડિત ફાધરે જણાવ્યું હતું કે હજુ તો કાલે પહેલી જ વાર પતંગ આપ્યા ને છ વર્ષના માસૂમ તનયના જીવનની દોર તૂટી ગઈ, મારી પત્નીને તો હજુ ખબર જ નથી. પુત્રના મૃતદેહને જોઈ તેના પર શું વીતશે એ ખબર નથી..

Shah Jina