પત્ની અને પરિવારજનો સામાજિક પ્રસંગમાં હાજરી આપવા બહાર ગયા અને ઘરમાં શિક્ષક પતિએ ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવ્યું, બે દીકરીઓ બની નિરાધાર
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાંથી ઘણા લોકો આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે. તો કેટલાક લોકો પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવે છે. તો કોઈ અન્ય વ્યક્તિઓના માનસિક ત્રાસના કારણે પણ જીવન ટૂંકાવી લેતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે.
ત્યારે હાલ આવો જ ચકચારી ભરેલો મામલો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં એક શિક્ષકે ગળે ટૂંપો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ખુબ જ ચકચારી મચી જવા પામી હતી. શિક્ષકનો પરિવાર ઘરની બહાર જતા જ તેમણે આ ભયાનક પગલું ઉઠાવ્યું હતું અને બે દીકરીઓના માથેથી પિતાનો પડછાયો ઉઠી ગયો.
આ બાબતે મળી રહેલી પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અલથાણ વિસ્તારમાં એક શિક્ષક નીતિનભાઈ જસુભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમને બે દીકરીઓ છે. ત્યારે ગત રોજ તેમના પત્ની અને પરિવારજનો કોઈ સામાજિક પ્રસંગ માટે બહાર ગયા હતા અને નીતિનભાઈ તેમના ઘરે જ રોકાયા હતા.
ત્યારે નીતિનભાઈએ આ સમય દરમિયાન કોઈ અગમ્ય કારણને લઈને ઘરમાં જ ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પરિવારને આની જાણ થતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ ઘટના અંગે ખટોદરા પોલીસને જાણ થતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. શિક્ષકે શા કારણે આપઘાત કર્યો તે હજુ સુધી સામે નથી આવ્યું.