સુરતમાં સામે આવ્યો ધર્મપરિવર્તનનો કિસ્સો: એક ગરીબ પરિવારનો દીકરો સંતોષ બની ગયો અબદુલ્લા, જાણો વિગત

દેશના ઘણા રાજ્યોમાંથી અને ખાસ કરીને જોવામાં આવે તો ઉત્તર પ્રદેશમાંથી ધર્મપરિવર્તનના કેસો સામે આવી રહ્યા છે. આ બાબતે ગુજરાત પણ બાકાત નથી. સુરતમાં રહેતો સંતોષ ધર્મપરિવર્તનનો શિકાર બન્યો છે અને તે હવે અબ્દુલ્લા બની ગયો છે. ગરીબ પરિવારનો સંતોષ કેવી રીતે અબ્દુલ્લા બન્યો. જાણો વિગત…

અહીં 6 વર્ષ પહેલા ગાયબ થયેલ યુવક સંતોષ નામના છોકરાને તેના ભઆઇ પર અચાનક ફોન આવ્યો અને તેણે જણાવ્યુ કે તે હવે અબ્દુલ્લા બની ગયો છે. તેના ભાઇ પણ તે સમયે ચોંકી ગયા હતા અને તે ફોનમાં જન્નતની વાત કરી રહ્યો હતો.

સુરત શહેરમાં રહેતો સંતોષ પાંઢરે ધર્માંતરણનો શિકાર થયો છે. સંતોષ હવે અબ્દુલ્લાહ બની ગયો છે. આઝાદ નગર વિસ્તારમાં રહેતા દિનેશ પાંધરે અને રાજેશ પાંધરે બંને ભાઈઓ છે. તેનો એક નાનો ભાઈ સંતોષ પાંધરે પણ છે, પરંતુ તે હવે અબ્દુલ્લા બન્યો છે. હાલ સંતોષ નામનો આ યુવક અબ્દુલ્લા બની ગયો છે અને દિલ્હી નજીકની કોઈ મસ્જિદમાં કુરાનના પાઠ ભણાવી રહ્યો છે.

વર્ષ 2013માં જ્યારે સંતોષની ઉંમર આશરે 16 વર્ષ જેટલી હશે ત્યારે તે અચાનક એક દિવસે નોકરી માટે ઘરેથી નીકળી ગયો અને તે પાછો ન આવતા તેની શોધ કરી પરંતુ તેની કોઇ ખબર મળી નહિ. તે બાદ તેના ભાઇઓએ તેના મળવાની આશા છોડી દીધી હતી. તે બાદ સમય જતો ગયો અને અચાનક લગભગ 7-8 વર્ષ બાદ સંતોષના ભાઇ રાજેશના મોબાઈલમાં એક ફોન આવ્યો આ ફોન સંતોષનો હતો. વર્ષો પછી, નાના ભાઈની જાણ થતાં બંને ભાઈઓ ખુશ થઇ ગયા.

સંતોષ ફોન પર તેના ભાઈઓ સાથે વાત કરતા એક વખત એવું બોલ્યો કે હું મુસ્લિમ બની ગયો, એટલે મને હવે બધું મળશે, જન્નત મળશે. મને જમ્મુ-કાશ્મીરની બોર્ડરથી દેશ બહાર પણ મોકલવામાં આવશે. તેણે એમ પણ કહ્યુ કે તે ત્યાં ખૂબ ખુશ છે. આ વાતની જાણ થતા જ બંને ભાઇઓએ તેને પરત લાવવાના પ્રયાસો કર્યા અને તેમણે આ માટે હિન્દુ સંગઠન અને સુરત પોલિસની મદદ લીધી. જયાં તેને પરત તો લાવવામાં આવ્યો પરંતુ તે પાછો જતો રહ્યો.મહત્વનું તો એ છે કે, સુરત પોલીસે તે સમયે આવી કોઈ કાર્યવાહી કરી નહોતી, જેથી જાણી શકાય કે ધર્મપરિવર્તન થયા બાદ સંતોષ અબ્દુલ્લાને કોણે બનાવ્યો ?

Shah Jina