સુરત મોનિકા વેકરિયા આપઘાત કેસ, પુત્રવધુ પર સાસરિયાનો અત્યાચાર, આરોપીમાં એક મામલતદાર તો એક સરકારી ડોક્ટર, મૃતકના પતિના ઈઝરાયલમાં અનૈતિક સંબંધ

સુરતમાં ભણેલા ગણેલા પરિવારની પુત્રવધુ પર અત્યાચાર, સાસુએ કહ્યુ- અમને કંઇ થશે નહિ, મારી છોકરી મામલતદાર છે, જાણો સમગ્ર વિગત

સુરતના મોટા વરાછામાંથી હાલમાં જ એક પરિણીતાનું રહસ્યમય રીતે મોત થયું હોવાનું સામે આવ્યુ હતુ, જેમાં ઝેરી દવા પીધેલી હાલતમાં પરિણીતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. જે બાદ મૃતકના પિતાએ સાસરિયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

મોનિકા વેકરિયા

ત્યારે આ મામલે પ્રાપ્ત જાણકારી અનુસાર, પરિણીતાનો પતિ ઈઝરાયલમાં હીરાનો વેપાર કરે છે, તેના બીજી યુવતી સાથે આડાસંબંધો છે અને તેને કારણે તે વારંવાર છૂટાછેડા માટે પરણિતા પર દબાણ કરતો હતો.જેને લઇને સાસરિયા હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ આપવામાં આવી હતી.

પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાએ તેના પિતાને મોત પહેલા છેલ્લે ફોન કર્યો હતો, જેમાં તેણે તેના પિતાને કહ્યુ હતુ કે- પપ્પા, મારે જીવવું છે પણ મારા સાસુ-નણંદ મારી સાથે ખરાબ વર્તન કરે છે. મારે જીવવું છે પણ ખાવામાં કંઇક નાખી દેશે અને મને મારી નાખશે.સાસુ એવી ધમકી આપે છે કે મારી છોકરી મામલતદાર છે.”

મૃતક મોનિકા વેકરિયા મોટાવરાછા ઓપેરા હાઉસમાં રહેતી હતી અને તેને શુક્રવારના રોજ બપોરે ઘરેથી ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. જે બાદ મોનિકાના પિતાએ પોતાની પુત્રીને પતિ અને સાસરિયા ત્રાસ આપતા હોવાથી આ પગલું ભર્યુ હોવાની ફરિયાદ નોંધાવી અને પોલિસે તપાસ હાથ ધરી.

ઉલ્લેખનીય છે કે, મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ મૃતકની સાસુ કે જેને આરોપી બનાવવામાં આવી છે તે કોઇ સંબંધી સાથે વાત કરી રહી છે જેમાં તે કહે છે કે, “અમને તો ખાલી બયાન માટે બોલાવ્યા છે, એ લોકોએ ફરિયાદ નોંધાવી એટલે અગાઉ હંગામો ન થાય એટલે, આપણી તરફેણમાં જ છે. અમારું ટેન્શન નહીં લેતા.

બોડી તો એના પિતાના ઘરે જશે, નિયમ છે દીકરીને લઇ જાય એના બાપા, અમારે કાલે આખો દિવસ રોકાવાનું થશે પોલીસ ચોકીમાં, અમને તો કાંઇ થશે નહીં… “તમે ઘરે સંભાળી લેજો…”મૃતકના પરિવાર દ્વારા ફરિયાદમાં જે સાત આરોપીઓના નામ આપવામાં આવ્યા હતા તેમની સામે ગુનો નોંધાયો હતો,

ગુનો દાખલ થતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી પણ શરૂ કરાઇ હતી. જો કે, હાલ તો ત્રણ આરોપીઓની જ ધરપકડ કરાઇ છે, જેમાં મનસુખભાઈ સસરા, સાસુ પ્રવિણાબેન અને નણદોઈ જસ્મીન છે.ઇઝરાયેલમાં રહેતા મોનિકાના પતિ ટેનીશ, નેહા સવાણી નણંદ અને તેના પતિ ડો.નિશાંત સવાણી તેમજ નણંદ પારુલ પાદરીયા ફરાર છે.

આરોપી બનાવાયેલ પતિ ટેનીશ વેકરીયા હાલમાં ઇઝરાયલમાં છે અને તેના પાસપોર્ટની સહીતની વિહત મેળવી તેને ભારત લાવવા માટે આગામી દિવસોમાં પોલીસ પ્રોસેસ કરશે.આ બનાવને લઈને સોસાયટીમાં ભારે ગમગીની છવાઈ હતી અને પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. પરિવારના સભ્યોના હૈયાફાટ રુદનથી સોસાયટીમાં વાતાવારણ શોકમય બની ગયું છે. મોનિકાનો તેના પિતા સાથેનો અંતિમ ઓડિયો તથા મોનિકાની સાસુનો કોઇ અજાણી વ્યક્તિ સાથેનો ઓડિયો સામે આવ્યો છે! જુઓ શું વાત ચિત્ત થઇ હતી.

મોનિકાએ અંતિમ કોલમાં પપ્પાને કહ્યું હતી કે “પપ્પા, મારે જીવવું છે પણ મારા સાસુ-નણંદ મારી સાથે ખરાબ વર્તન કરે છે, મારે જીવવું છે પણ ખાવામાં કંઇક નાખી દેશે અને મને મારી નાખશે.સાસુએ ધમકી આપી કે મારી છોકરી મામલતદાર છે.”

Shah Jina