સુરતમાં ઘરઆંગણે હસતી રમતી ભાણી માટે કાળ બની મામાની ઇકો સ્પોર્ટ કાર, કચડાતા થયુ મોત- CCTV જોઇ કાળજુ કંપી જશે

સુરત ગણેશનગરમાં મામાની કાર નીચે સગી ભાણી ચગદાઇ ગઇ: CCTV જોઇ ચોંકી જશો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના કિસ્સા સામે આવે છે, જેમાં વાહનની તેજ ગતિ અથવા તો ચાલકની બેદરકારી કોઇ નિર્દોષ વ્યક્તિના મોતનું કારણ બને છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક કિસ્સો એવો સામે આવ્યો, જેમાં કારચાલક મામાએ આંગણે રમતી પોતાની જ ભાણીને કચડી નાંખી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, આ કાળજુ કંપાવી દે તેવા છે. આ ઘટના સુરતના ગોડાદરાની હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

આ ઘટના ગોડાદરાના શિવસાગર રેસીડેન્સીની છે. આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ છે કે કારચાલક બીજો કોઇ નહીં પણ બાળકીના મામા છે. મામાની જ કાર નીચે કચડાઇને ભાણીનું મોત થતા ચકચારી મચી ગઇ હતી. બાળકી ઘરઆંગણે રમી રહી હતી ત્યારે જ મામાની કાર આવી અને જોયા વગર જ મામાએ કાર જેવી આગળ લીધી કે બાળકી કચડાઇ ગઇ. આ ઘટનામાં બાળકીનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું.

ઘટનાને પગલે પરિવાર પણ શોકમાં ગરકાવ થઇ ગયો છે. જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જોવા મળી રહ્યુ છે કે, ઇકો સ્પોર્ટ કાર લઇને મામા બહાર નીકળી રહ્યા હતા, ત્યારે જ તેમની ભાણી પ્રાંજલ મામાને જોઈને તેમની બાજુ જઇ રહી હતી. આ દરમિયાન મામા અજાણ હતા અને તેમણે પ્રાંજલના ત્યાં હોવાની જાણ નહોતી. જેથી તેઓ કાર આગળ હંકારી રહ્યા હતા ત્યારે પ્રાંજલ પર કારનું આગળનું ટાયર ફરી વળ્યું અને બાળકીનું ગંભીર ઇજાને કારણે મોત થઇ ગયુ.

Shah Jina