16 વર્ષના લગ્ન જીવનમાં અચાનક આવ્યુ તોફાન અને ત્રણ લાફા મારી ત્રણવાર તલાક…તલાક…તલાક બોલી આપ્યા પતિએ છૂટાછેડા

ગુજરાત રાજયમાં ત્રિપલ તલાકને ડામવા માટે કાયદો કડક બન્યો છે. ત્રિપલ તલાકને રોકવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2019માં કાયદો લાવ્યો હતો. જો કે, હજી પણ આવા કેસ પ્રકાશમાં આવે છે, ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ આક્ષેપ કર્યો છે તેના પતિએ તેને પોલિસ સ્ટેશનની બહાર જ ત્રણ વાર તલાક…તલાક…તલાક બોલી છૂટાછેડા આપી દીધા.

આ ઉપરાંત પીડિતાની ફરિયાદ એ છે કે, તેના પતિના પોલિસ સાથે સારા સંબંધો છે, જેથી ફરિયાદ લેવામાં આવી રહી નથી. આ મહિલા સમીના શેખ અમરોલીના કોસાડ આવાસમાં પરિવાર સાથે રહે છે અને તેના લગ્નન જીવનને 16 વર્ષ થઇ ચૂક્યા છે. તેને ચાર બાળકો છે. તેના પતિ જાવેેદ લિયાકત હુસેેન શેખને કોઇ અન્ય સ્ત્રી સાથે આંખ મળી જતા ઘરેલુ કંકાસ વધી ગયો હતો અને તેનો પતિ હવે દહેજ પેટે રૂપિયા માંગી રહ્યો હતો.

અમરોલી પોલિસ મથકે ઘરેલુ કંકાસની ફરિયાદ કરવા પહોંચેલી પત્નીને તેના પતિએ પોલિસ સ્ટેશનની બહાર જ તમાચા મારી દીધા અને ત્રણવાર તલાક બોલી છૂટાછેડા આપી દીધા. મહિલાએ તેના પતિ સહિત સાસરીયાઓ અને નણંદોઇ પર પણ ગંભીર આક્ષેપ કર્યા છે. પોલિસે પ્રથમ વાર ફરિયાદ નોધવામાં આનાકાની કરી પરંતુ કમિશ્નરનો આદેશ આવ્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી પતિ હાલ ફરાર છે.

Shah Jina