જો જો તમે આ ભૂલ ન કરતા….બાળકને તડકો ખાવા માટે દાદી લઈને બેઠા અગાશીમાં, એક ભૂલ થઇ અને બિચારા બાળકનું થયું દર્દનાક મૃત્યુ
દેશભરમાં હાલ ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે અને લોકો હવે આવી ઠંડીમાં ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે, ત્યારે ઘરમાં રહેલા વૃધ્ધો અને બાળકો પણ અગાશીમાં આવતા કુણા તડકામાં પોતાની ઠંડીને દૂર કરવા માટે પ્રયાસ કરતા હોય છે, ત્યારે હાલ સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે જે વાલીઓ માટે પણ ચેતવણી રૂપ બની ગઈ છે. જેમાં એક દાદી પોતાના દોઢ વર્ષના પૌત્રને લઈને અગાશીમાં તડકો ખાઈ રહ્યા હતા ત્યારે જ બાળક નીચે પડ્યું અને તેનું મોત થયું.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં વેલી યોગેશ્વર નગર સોસાયટીમાં શિયાળાની ઠંડીમાં પોતાના દોઢ વર્ષના પૌત્રને તડકો ખાવા માટે લઈને બેઠા હતા. ત્યારે જ અચાનક બાળક બીજા માળની અગાસીએથી નીચે પડ્યું હતું. જેમાં બાળકનું દુઃખદ મોત પણ થઇ ગયું. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. કુમળા ફૂલ જેવા બાળકના નિધનથી આખો પરિવાર આઘાતમાં છે.
આ ઘટના ત્યારે બની જયારે દાદી બાળકને અગાશીમાં બેસાડીને ખવડાવી રહ્યા હતા, બીજા માળેથી બાળકના પટકાવવાના કારણે તેને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઇ હતી. જેના કારણે તેનું મોત નીપજ્યું. આ બાળકની ઉંમર ફક્ત દોઢ વર્ષની હતી અને તેનું નામ વર્ણી હતું. તેના પિતા હિરેનભાઈ એક રત્નકલાકાર છે.
હિરેનભાઈના પરિવારમાં એક માત્ર સંતાન તરીકે દોઢ વર્ષનો વર્ણી હતો. પરંતુ આમ અચાનક આવી દુર્ઘટનાના કારણે બાળકનો જીવ ચાલ્યો ગયો. કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આમ અચાનક આવી ઘટના પણ ઘટી શકે છે. ત્યારે રત્નકલાકારનો આખો પરિવાર આ ઘટના બાદ સદમામાં આવી ગયો છે.