સુરતમાં ધોરણ 11માં ભણતી દીકરીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, કારણ જાણીને હેરાન રહી જશો, દરેક વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો

સુરતમાં 16 વર્ષની દીકરીએ કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો

ગુજરાતમાંથી આપઘાતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, ઘણા લોકો આર્થિક તંગીમાં આવીને પોતાનું જીવન ટૂંકાવતા હોય છે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોમાં દગો મળવાના કારણે મોતને વહાલું કરી લેતા હોય છે. ખાસ કરીને આજના યુવા વર્ગની સહન શક્તિ ખુબ જ ઓછી થઇ ગઈ છે. માતા પિતા દ્વારા તેમને ઠપકો મળતા કે કોઈ અન્ય કારણના લીધે લાગી આવતા તે મોતને વહાલું કરવાનો વિચાર કરે છે.

આવી જ એક ઘટના હાલ સુરતમાંથી સામે આવી રહી છે. જ્યાં ધોરણ-11માં ભણતી એક 16 વર્ષની દીકરીએ આપઘાત કરીને મોતને વહાલું કરી લીધું છે. ફાંસીના ફંદા ઉપર દીકરીનો મૃતદેહ લટકતો જોઈને પરિવાર પણ દુઃખમાં ગરકાવ થઇ ગયો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેડરોડ પર આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં રહેતી 16 વર્ષીય ખુશ્બુ ક્રિયાશંકર ઉપાધ્યાયે મંગળવારે બપોરે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. ખુશ્બુના પિતા રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ખુશ્બુ વેડ રોડની શાળામાં ધો. 11 કોર્મસમાં આભ્યાસ કરતી હતી.

તો આ બાબતે મીડિયા દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ખુશ્બુના આપઘાત પાછળ મોબાઈલ કારણ ભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે.  તેના પરિવારનાં સભ્યોએ તેની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો.  આ મુદે તેને માંઠુ લાગી આવતા આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે.

હજુ આવો જ એક કિસ્સો ફરી આવ્યો હતો જેમાં બાપે દીકરાને મોબાઈલ માટે ઠપકો આપ્યો તો ગળું દબાવીને લઇ લીધો પિતાનો જીવ

આજકાલના યુવાનોમાં મોબાઈલની લત ખુબ જ જોવા મળી રહી છે. આપણી આસપાસ પણ નાની નાની ઉંમરના બાળકો પણ મોબાઈલ વાપરતા જોવા મળે છે. વળી ઓનલાઇન ગેમના રવાડે ચઢી ગયેલા યુવાનો અને કિશોરો પણ તમને ગલીએ ગલીએ મળી જશે. ત્યારે આ ઓનલાઇન ગેમ અને મોબાઈલની લત ક્યારે જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યાં મોબાઈલ માટે ઠપકો આપવો એક પિતાને ભારે પડી ગયો હતો, અને દીકરાએ જ પિતાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે. મોબાઈલ ફોનમાં ગેમ રમવાની લતે ચઢી ગયેલા સગીર પુત્ર પાસેથી પિતાએ મોબાઇલ લઈ લીધો હતો. જેને લઈને ઝઘડો થતા સગીરે પિતા ઉપર હુમલો કરી તેમની હત્યા કરી નાખી છે.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર સુરતના ઇચ્છાપોરના કવાસ ગામમાં અર્જુન સરકાર તેમના પરિવાર સાથે રહે છે. જેમનો 17 વર્ષનો સગીર દીકરાને મોબાઇલમાં ગેમ રમવાનો ખુબ જ શોખ હતો, જે બાબતે તેના પિતાએ દીકરાને ઠપકો આપ્યો હતો. જેને લઇને ઝઘડો થતાં આ સગીરે પિતા ઉપર હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી.

પિતાની હત્યા કર્યા બાદ સગીરે પિતાનું બાથરૂમમાં પડી જવાથી મોત થયું હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. કારણ કે 6 દિવસ પહેલા જ તેના પિતા બાથરૂમમાં પડી ગયા હતા, જેની હિસ્ટ્રી પણ દીકરા અને પરિવારને જાણ હતી. જોકે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સગીરનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા સગીર પુત્રની અટકાયત કરી છે.

40 વર્ષીય અર્જુન સરકારને મંગળવારે રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. જેના બાદ હોસ્પિટલમાં અર્જુન છ દિવસ પહેલાં બાથસ્મમાં પડી જતાં ઇજા થયાની હીસ્ટ્રી તેના 17 વષીય સગીર પુત્ર અને પરિવારે જણાવી હતી. આ બાબતે નવી સિવિલ હોસ્પિટલે ઇચ્છાપોર પોલીસને જાણ કરી હતી.

પોલીસને આ કેસ શંકાસ્પદ લાગતા ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં ઇન્સ્પેક્ટર એન. એ. દેસાઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવતાં જ મામલો અકસ્માતનો નહીં પરંતુ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું. 40 વર્ષીય શખ્સની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી.  જેના બાદ આ હત્યાનો ભેદ  ઉકેલાયો હતો અને દીકરાએ જ મોબાઈલ ફોન બાબતે ઠપકો આપવાના કારણે પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

Niraj Patel