સુરતમાં રાત્રી કર્ફ્યુની ગાઈડ લાઈનના ઉડ્યા લીરેલીરા, જન્મ દિવસની પાર્ટીમાં બાર ડાન્સરને બોલાવી ખુલ્લેઆમ લગાવ્યા ઠુમકા

હાલ કોરોનાનો કહાર ઓછો થયો છે જેના કારણે લોકડાઉનમાં અને રાત્રી કર્ફ્યુમાં પણ મોટી છૂટછાટ મળી છે, પરંતુ હજુ કોરોનાનો ખતરો સંપૂર્ણપણે ચાલ્યો ગયો એમ પણ ના કહી શકાય. જેના કારણે સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુની મુદ્દતના સમયમાં ફેરફાર કર્યો છે. પરંતુ આ દરમિયાન સુરતમાંથી એક હેરાન કરી દેનારો વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોન ઇન્દર સુરત શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અને પોલીસ કમિશ્નરના જાહેરનામાના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. આ બાબતે મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર ભાગાતળાવ પાસે એક જન્મ દિવસની પાર્ટીમાં કોઈ બાર ડાન્સરને બોલાવી અને ટપોરી તત્વો દ્વારા ફિલ્મી ગીતો ઉપર ઠુમકા લગાવવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો પાંચ દિવસ જૂનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ તે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પોલીસ પાસે આ વાયરલ વીડિયો પહોંચતા વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિઓની ઓળખ કરી આ ઘટનામાં 7 લોકોની ધરપકડ કરી હતી.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર ફિલ્મો ગીતો મૈં હું ડોન, તમંચે પે ડિસ્કો, એક દો તીન ચાર વગેરે જેવાં ગીતો સ્થાનિક યુવકો બાર ડાન્સર સાથે ઠૂમકા લગાવતા જોવા મળ્યા હતા, આ સાથે જ તે બાર ડાન્સર ઉપર પણ ચલણી નોટોનો વરસાદ કરતા જોવા મળી રહ્યા હતા.  મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો કથિત રીતે ભાગાતળાવના સિંધીવાડનો હોવાનું સામે આવ્યું છે.

મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર પાંચેક દિવસ પહેલાં એક છોકરીના જન્મદિવસ નિમિત્તે અહીં મોટો સ્ટેજ બાંધી જન્મ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. તો આ વીડિયોની અંદર ઠૂમકા મારતા સુકરી અને મીંડી ગેંગના સભ્યો નજરે પડે છે, સાથોસાથ રુસ્તમપુરાનો નામચીન જાફર ગોલ્ડન પણ આ વીડિયોમાં દેખાઈ રહ્યો છે.

Niraj Patel