સુરતમાં પૌત્રીની અસ્થિનું વિસર્જન કરી પરત ફરતા જ કારને સ્કૂલ બસે અડફેટે લેતા થયું દર્દનાક મૃત્યુ, જુઓ તસવીરો

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણા અકસ્માતોમાં કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે, જયારે ઘણા અકસ્માતમાં કેટલાકને માત્ર ગંભીર ઇજા જ થાય છે. ત્યારે હાલ સુરતમાંથી અકસ્માતના બે કિસ્સા સામે આવ્યા છે, જેમાં એક અકસ્માત સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો છે. કામરેજના વલથાણ પાટિયા પાસે વિદ્યાર્થી ભરેલી સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર પલટી ગઇ હતી અને કારમાં સવાર એક મહિલાનું મોત પણ નિપજ્યુ હતુ. સ્કૂલ બસમાં જે વિદ્યાર્થીઓ સવાર હતા તેમાંથી 3-4 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી.

આ બસ ભક્તિ ઇન્ટરનેશનલ શાળાની હતી તે બાળકોને મૂકવા જઇ રહી હતી. ચોયાર્સી તાલુકાના ગભેણી ખાતે રહેતો પરિવાર પૌત્રીના મોત બાદ અસ્થિનું વિસર્જન કરવા ગયો હતો અને ત્યાંથી પરત ફરતા વલથાણ ગામની સીમમાં સ્કૂલ બસે કારને અડફેટે લીધી. આ અકસ્માતમાં એક મહિલાનું ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે જ મોત થયુ હતુ.

મળતી માહિતી અનુસાર બપોરે 2-2.30 વાગ્યા આસપાસ અમદાવાદથી મુંબઇ જતા હાઇવે પર વલથાણ ગામની સીમમાંથી પસાર થતા માંકણા ગામે વિદ્યાર્થીઓને ઉતારી પાછી આવતી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ બસે અર્ટિગા કારને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 62 વર્ષિય મહિલાનું મોત થયુ હતુ. જયારે અન્ય સવાર વ્યક્તિને ઇજા પહોંચવાને કારણે સંજીવની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત મહાવીર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

આ મામલે મૃતકના પુત્રએ સ્કૂલ બસના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.બીજા અકસ્માતની વાત કરીએ તો, સુરતના મોટા વરાછામાં કાળમુખી ટ્રેક એક યુવતિને અડફેટે લીધી હતી અને તેનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યુ હતુ. આ અકસ્માત બાદ ટ્રક ચાલક પણ ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા, ઉલ્લેખનીય છે કે, હાલ તો અમરોલી પોલિસે આ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Shah Jina