પહેલાના સમયમાં એવું કહેવામાં આવતું કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ રહેલો હોય છે, પરંતુ આજે જમાનો ઘણો બદલાઈ ગયો છે અને સ્ત્રીઓ પણ પુરુષો કરતા ઘણી આગળ નીકળી ગઈ છે. એ પછી કમાણીના મામલામાં હોય કે પછી કામકાજના મામલામાં. ઘણી સ્ત્રીઓ આજે પોતાના વ્યવસાય દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરે છે.
આજે ઘણી પત્નીઓ પણ એવી છે કે જે પોતાના પતિ કરતા પણ વધારે કમાણી કરે છે, આજે અમે તમને એક એવી જ પત્ની વિશે જણાવવાના છીએ, જેનો પતિ ફોટોગ્રાફર છે, પરંતુ પત્ની એવું કામ કરી રહ્યા છે કે આ કામ દ્વારા તે કરોડો રૂપિયાની કમાણી પણ કરી રહી છે અને દુનિયાભરમાં પોતાનું આગવું નામ પણ બનાવ્યું છે.
આજે અમે તમને સોશિયલ મીડિયાની સેન્સેશન સુપરકાર બ્લોન્ડીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, તેનું અસલી નામ એલેક્સ હિર્સી છે. રેડિયો ક્ષેત્રે પદાર્પણ કરનાર સુપરકાર બ્લોન્ડી આજે સોશિયલ મીડિયાની મોટી સ્ટાર છે. તેના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કુલ 7 કરોડથી વધુ ફોલોઅર્સ છે.
ફેસબુક પર તેના વીડિયોને થોડા જ સમયમાં લાખો વ્યૂઝ મળે છે. તેના એકલા ફેસબુક પર 40 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 1 કરોડ ફોલોઅર્સ છે. ખાસ વાત એ છે કે સોશિયલ મીડિયા સ્ટાર બનતા પહેલા તે સામાન્ય રેડિયોમાં જોબ કરતી હતી.
સુપરકાર બ્લોન્ડીને વિશ્વની સૌથી મોટી ઓટોમોટિવ પ્રભાવક તરીકે ઓળખવામાં આવે છે. તે અલગ-અલગ રીતે કારના રિવ્યુ સંબંધિત વીડિયો રજૂ કરે છે. વીડિયોમાં તે દુનિયાની સૌથી મોંઘી કાર ચલાવતી પણ જોવા મળી રહી છે. તે જ સમયે, તે કારના સ્ટંટ સાથે સંબંધિત વીડિયો પણ પોસ્ટ કરે છે.
સુપરકાર બ્લોન્ડી એટલે કે એલેક્સ હિર્ચીએ નિક હિરચી સાથે લગ્ન કર્યા છે, જે તેના મેનેજર અને કેમેરામેન બંને છે. નિક આ પહેલા વ્યવસાયે બેંકર હતો, પરંતુ તેની પત્નીની પ્રતિભા જોઈને તેણે નોકરી છોડી દીધી અને તે તેની પત્નીને કન્ટેન્ટ પ્લાનિંગમાં ઘણી મદદ કરે છે.
View this post on Instagram
એલેક્સ હિર્સી મૂળ ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડની છે. પરંતુ કામના સંબંધમાં તે 2008માં સંયુક્ત આરબ અમીરાત આવી હતી. અહીં તેણે દુબઈ આઈ 103.8 રેડિયો સ્ટેશન પર ન્યૂઝરીડર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે રેડિયો પર અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ઈન્ટરવ્યુ લીધા. 2018 માં, તેણે રેડિયો શોની નોકરી છોડી દીધી. તે પછી તે ફુલ ટાઈમ વીડિયો ક્રિએટર બની ગઈ.
View this post on Instagram
રેડિયોની નોકરી છોડ્યા પછી એલેક્સ હિર્સીનું જીવન બદલાઈ ગયું. GoCompare વેબસાઈટ અનુસાર 2020માં એલેક્સ હિર્સિએ એક વર્ષમાં પ્રાયોજિત સોશિયલ મીડિયા પોસ્ટ્સથી લગભગ 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વર્ષ 2021 સુધીમાં તેની કુલ આવક જોવામાં આવે તો તે 1 અબજ 26 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.