‘મધુબન મેં રાધિકા નાચે’ ગીતમાં સની લિયોનનો હોટ અવતાર જોઇ ભડક્યા યુઝર્સ, સોશિયલ મીડિયા પર ઉઠાવી બેનની માંગ

બોલિવુડ અભિનેત્રી સની લિયોનનું ‘મધુબન’ ગીત રીલિઝ થઇ ચૂક્યુ છે. આ ગીતમાં એકવાર ફરી સની અને કનિકા કપૂરની જોડીએ ધમાલ મચાવવાની કોશિશ કરી છે. પરંતુ આ ગીત પર હવે બવાલ મચવાની શરૂ થઇ ગઇ છે. 22 ડિસેમ્બરના રોજ આ ગીત પર લિરિક્સ પર લોકોએ સવાલ ઉઠાવ્યા છે. આ ગીત પર હિન્દુઓની ભાવનાઓને આહત કરવાનો આરોપ લાગી રહ્યો છે. મધુબન ગીતને કારણે સની લિયોનને સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

સની લિયોને આ ગીતને તેના ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ હેંડલ પર શેર કર્યુ હતુ. તેણે આ ગીતને શેર કરતા ચાહકોને સવાલ કર્યો હતો કે શું તમે આ ગીત સાંભળ્યુ ? પરંત તે બાદ તો સની લિયોન ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ. લોકોએ તેના પર નિશાન સાધવાનુ શરૂ કરી દીધુ. સોશિયલ મીડિયા પર આ ગીતને બોયકોટ કરવાની માંગ ઉઠી રહી છે.

એક યુઝરે લખ્યુ કે, તમે લોકોએ હિંદુ ધર્મને મજાક બનાવીને રાખી દીધો છે. ત્યાં એક બીજા યુઝરે લખ્યુ- રાધા ડાંસર ન હતી તે તો ભક્ત હતી અને મધુબન એક મહાન જગ્યા હતી. ત્યાં રાધા આવી રીતે ડાંસ કરતી ન હતી. ગીતના બોલ શર્મનાક છે. યુઝર્સનું કહેવું છે કે આ ગીતમાં સની જે રીતે ‘રાધા’ કે ‘રાધિકા’ના નામ સાથે ડાન્સ કરી રહી છે તે એકદમ વાંધાજનક છે. આ ગીતે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

અભિનેત્રીની પોસ્ટ પર એક યુઝરે લખ્યું છે – આ શું છે? તમે આવા ગીતો કેવી રીતે બનાવી શકો છો ? શું તમે જાણો છો કે શ્રી રાધિકા કોણ છે અને શ્રી કૃષ્ણ કોણ છે? હિન્દુ દેવી-દેવતાઓને નિશાન બનાવવાનું બંધ કરો. એક યૂઝરે લખ્યું- કૃપા કરીને તમે જે ગંદો ડાન્સ કરો છો તેને બંધ કરો. આ સિવાય એક યુઝરે લખ્યું- રાધિકા તુજ જેસી ન હોતી.. અશ્લીલતા ફેલાવીને રાધા બનવાની કોશિશ ન કરો. બધા આ ગીતને બેન કરવાની માંગ કરી રહ્યા છે.

સની લિયોનીનું ગીત ‘મધુબન’ સારેગામા મ્યુઝિકના યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત કનિકા કપૂર અને અરિંદમ ચક્રવર્તીએ ગાયું છે. આ એક પાર્ટી સોંગ છે, જે સની લિયોન પર બનાવવામાં આવ્યું છે. આ ગીત મોહમ્મદ રફીના 1960માં આવેલી ફિલ્મ કોહિનૂરના ગીત ‘મધુબન મેં રાધિકા નાચે’ પર આધારિત છે, લોકો આ ગીતના રિમિક્સથી ખુશ નથી. મધુબન ગીત કનિકા કપૂરે ગાયું છે અને ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યું છે. હાલમાં જ સની અને કનિકા બંને આ ગીતને પ્રમોટ કરવા બિગબોસ 15ના સેટ પર પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

Shah Jina