સુનીલ ગ્રોવર રસ્તા કિનારે વેચવા લાગ્યો ડુંગળી, ચાહકો પણ કંઇ કમ નથી, પૂછવા લાગ્યા ભાવ ! બોલ્યા- ઘરે ડિલીવરી કરો છો ?
કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવર ફરી એકવાર સમાચારમાં છે. તેણે એક રમુજી પોસ્ટ શેર કરી છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તે રસ્તા કિનારે ડુંગળી વેચતો જોવા મળે છે. ચાહકોને પણ તેનો આ અવતાર જોઈને ખૂબ મજા આવી રહી છે. કેટલાક તેને કિંમત પૂછી રહ્યા છે તો ઘણા તેના વખાણ પણ કરી રહ્યા છે.
રસ્તા કિનારે ડુંગળી વેચતા ફોટોઝ સુનીલ ગ્રોવરે શેર કર્યા અને લખ્યું, ‘આજે ડુંગળીથી કંઈક બનાવો. સારા દિવસોનો આનંદ માણો.’ સુનીલ ગ્રોવર ડુંગળીથી ભરેલા ટ્રકમાં બેઠો છે. તે ત્રાજવા પર ડુંગળીનું વજન કરતો જોવા મળે છે. એક ફોટામાં તે કોઈની સાથે વાત કરી રહ્યો છે અને છેલ્લા ફોટામાં તેના ખોળામાં એક બાળક પણ છે.
સુનીલની આ પોસ્ટ પર ચાહકોની રમુજી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એકે લખ્યું, ‘કિંમત શું છે સાહેબ?’ બીજાએ ટિપ્પણી કરી, ‘ભાઈ, એક કિલોના કેટલા, શું તમે ઘરે ડિલીવરી કરો છો ?’ એકે તો કપિલ શર્મા શોનો ઉલ્લેખ કરીને ‘RIP’ પણ લખ્યું. સુનિલે ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ શોમાં ગુત્થીનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી.
તે ‘ધ કપિલ શર્મા શો’માં ડૉ.મશહૂર ગુલાટી અને રિંકુ દેવીની ભૂમિકા ભજવીને દર્શકોને ખૂબ હસાવતો. તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં ‘ગબ્બર ઇઝ બેક’, ‘ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ’ અને ‘ભારત’નો સમાવેશ થાય છે.
નોંધ : આ માત્ર મનોરંજન માટે કર્યું હોય એમ લાગે છે અને આ તસવીરો પણ એ રીતે જ જુઓ. આ કોઈ ન્યુઝ નથી પણ ફન્ની ફોટો છે. વાયરલ સમાચાર છે .