મૃત્યુના થોડાક કલાક પહેલા કેવો હતો રાજનો હાલ, પતિને હાર્ટ એટેક આવતા જોઇ મંદિરા બેદીએ શુ કર્યુ ?

ખાસ મિત્રએ કર્યો સૌથી મોટો ખુલાસો, રાજ કૌશલે મંદિરા બેદીને કહ્યુ હતુ- તેમને….જાણો વિગત

અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું બુધવારના રોજ હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ હતુ. આ પહેલા તેણે રવિવારે ઝહીર ખાન, સાગરિકા ઘાટગે, આશીષ ચૌધરી, સમિતા બાંગરગી, નેહા ધૂપિયા અને અંગદ બેદી સાથે ગેટ-ટુગેધર કર્યુ હતુ. તે બાદ તેમની અચાનક મોતથી બધા સદમામાં છે.

બોલિવુડ સેલેબ્સ માટે રાજ કોશલના નિધનની વાતને સ્વીકારવી મુશ્કેલ થઇ રહી છે. ઇટાઇમ્સે મ્યુઝિક ડાયરેક્ટર સુલેમાન મર્ચેંટ સાથે રાજ કૌશલને લઇને વાત કરી હતી. બુધવારે સાંજે તેઓ મંદિરાના ઘરે પણ પહોંચ્યા હતા.

મંદિરા બેેદી અને રાજ કૌશલના સારા મિત્ર સુલેમાન મર્ચેંટે ખુલાસો કર્યો છે કે, રાજ સાંજે અસહજ મહેસૂસ કરી રહ્યા હતા. તે બાદ તેમણે એક ટેબલેટ લીધી હતી. રાતનો સમય થઇ રહ્યો હતો અને 4 વાગ્યે રાજ કૌશલને વધારે બેચેની મહેસૂસ થઇ.

તેઓ આગળ જણાવે છે કે, રાજ કૌશલે મંદિરા બેદીને જણા્યુ હતુ કે તેમને હાર્ટ એટેક આવી રહ્યો છે.મંદિરા બેદીએ સહેજ પણ મોડુ કર્યા વગર આશીષ ચૌધરીને બોલાવ્યો અને તેઓ જલ્દીથી ત્યાં પહોચ્યા. તે બાદ તે બંનેએ રાજને ગાડીમાં બેસાડ્યા પરંતુ તેઓ બેહોશ થઇ ગયા હતા. જો હું ખોટો નથી તો મને લાગે છે કે તેઓને જયારે હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે જ તેમનું નિધન થઇ ગયુ હતુ.

આગળની 5-10 મિનિટમાં મહેસૂસ કર્યુ કે તેમની પલ્સ નથી. આ પહેલા કે તેમને ડોક્ટર પાસે લઇ જવામા આવતા તેમની મોત થઇ ચૂકી હતી. તેમણે કહ્યુ કે, રાજને પહેલા પણ એકવાર હાર્ટ એટેક આવેલો છે. મને લાગે છે કે તેઓ જયારે 30-32 વર્ષના હતા પરંતુ તે બાદ તેમણે ઘણુ ધ્યાન રાખ્યુુ અને રાજ કૌશલ ત્યારથી ઠીક છે.

સુલેમાને કહ્યુ કે, મેં મારી 25 વર્ષની મિત્રતા ખોઇ દીધી. હું તેમને એ દિવસોથી જાણુ છુ જયારથી તેઓ  “દસ”માં મુકુલ આનંદને આસિસ્ટ કરી રહ્યા હતા.

Shah Jina