તિહાડમાં પત્ની વિયોગમાં ભૂખ હડતાલ કરવી કોન મેન સુકેશની કોઇ નવી ચાલ તો નથી ? સુકેશની ખુબસુરત પત્ની અભિનેત્રી લીના મારિયા પણ માસ્ટરમાઇન્ડ
200 કરોડ રૂપિયાની ઠગીનો મામલો છેલ્લા ઘણ દિવસોથી ચર્ચામાં છે. બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાંડિસ પર પણ આ ઠગીના મામલે શિકંજો કસાયેલો છે. જેકલીન ઉપરાંત નોરા ફતેહી સાથે પણ આ મામલે ED પૂછપરછ કરી ચૂકી છે. આ મામલો સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે. જેણે આ અદાકારોઓને મોંઘા મોંઘા ગિફ્ટ્સ આપ્યા છે. સુકેશ અને જેકલીનની નજીકતાની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી ચૂકી છે. જો કે, EDએ ખુલાસો કર્યો છે કે, ઠગ સુકેશની પત્ની અભિનેત્રી લીના મારિયા પોલ જ આ ધોખાબાજીના ધંધાની માસ્ટરમાઇન્ડ છે.
200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ મામલે ED તપાસ કરી રહી છે. સુકેશ અને તેની પત્ની લીના તિહાડ જેલમાં બંધ છે. ધરપકડ સમયે લીના પાસે 9 મોંઘી કાર અને 81 મોંઘી હાથ ધડિયાળ મળી આવી હતી. તેની સુરક્ષામાં છ પીએસઓ તૈનાત હતા. લીના મારિયા પોલની પોલિસ આ પહેલા પણ ધરપકડ કરી ચૂકી છે. ઇડીએ મની લોન્ડ્રિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે અને આ વાતને ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યુ છે કે લીના બહુ મોટી ઠગ મહિલા છે અને તે તેના પતિના ધોખાબાજીના ધંધાની માસ્ટરમાઇન્ડ છે.
સમાચાર એજન્સી એએનઆઇનો એક રીપોર્ટ સામે આવ્યો હતો, જેમાં આ ચાર્જશીટનો હવાલો આપતા જણાવવામાં આવ્યુ હતુ કે સુકેશની પત્ની વિરૂદ્ધ સબૂત આવી ગયા છે પરંતુ તે બાદ પણ તે લેણ-દેણની વાતનો ઇનકાર કરી રહી છે. એટલું જ નહિ, જેવી જ તેને ચંદ્રશેખરની ધરપકડની જાણકારી થઇ ત્યારે તેણે પોતાના વિરૂદ્ધ સબૂત પણ મિટાવી દીધા. આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યુ હતુ કે, આરોપી અરુણ મુથુ, આનંદ મૂર્તિ અને જગદીપે ઇડી સામે તે ઘટનાઓ વિશે જણાવ્યુ જ્યારે લીનાએ તેમને ધમકી આપી હતી.
સુકેશે તેની પત્નીને મળવા માટે જેલમાં ભૂખ હડતાલ કરી છે. જેલ નંબર 1માં બંધ સુકેશે પોતાની માંગને મનાવવા માટે 23 એપ્રિલથી હંગર સ્ટ્રાઇકની શરૂઆત કરી હતી. સુકેશે પહેલીવાર 23 એપ્રિલથી 2 મે સુધી ભૂખ હડતાલ કરી હતી. બીજીવાર હંગર સ્ટ્રાઇક સુકેશે 4 મેથી 12 મે સુધી કરી. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, તે ખાવાનું ખાઇ રહ્યો નથી અને તેનુ સ્વાસ્થ્ય બગડતુ જઇ રહ્યુ છે, આ માટે જેલ પ્રશાસન દ્વારા તેને ગ્લુકોઝ અને અન્ય દવાઓ આપવામાં આવી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યુ છે કે, સુકેશ બસ એક મોહરો હતો અને તે તેની પત્ની લીનાના ઇશારો પર નાચી રહ્યો હતો. પત્ની વિયોગમાં ડૂબેલા સુકેશની ભૂખ હડતાલથી એ જણાવવું જરૂરી થઇ જાય છે કે, સુકેશ પણ આ વાતથી વાકેફ છે કે જો કોઇ તેને જેલથી બહાર નીકાળી શેક તો તે તેની પત્ની છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી પર બોયફ્રેન્ડ સાથે મળી 2013માં એક બેંક સાથે ચીટીંગ કરવાનો મામલો સામે આવ્યો હતો. લીના મદ્રાસ કેફે, થાઉજૈંડ ઇન ગોવા, કોબ્રા, રેડ ચિલ્લી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
તેણે મોહનલાલ અભિનીત રેડ ચિલીઝમાં તેની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે. લીના બીડીએસ ગ્રેજ્યુએટ છે અને તેણે તેનો સ્કૂલનો અભ્યાસ દુબઇથી પૂરો કર્યો છે. ડેન્ટિસ્ટ બનવાનું સપનું છોડી લીનાએ અભિનયની દુનિયા પસંદ કરી. એક સમયે લક્ઝરી લાઇફ જીવવાવાળી લીનાને ઠગીનો એવો ચસ્કો લાગ્યો કે આજે તે કેદીની જેમ જીવન જીવી રહી છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ છવાયેલી છે. લીલા રિલ અને રીયલ લાઇફમાં તેના હોટ અંદાજ માટે મશહૂર છે.