ક્લાસી બ્લેક લુકમાં જોવા મળી શાહરુખ ખાનની દીકરી સુહાના, તસવીરોએ જીત્યું ચાહકોનું દિલ

આવા કપડામાં કિંગ ખાનની દીકરી જોવા મળી, ફેન્સ બોલ્યા સંસ્કૃતિના લીલાલહેર

બોલીવડુના કિંગ ખાન એવા શાહરુખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન હજી તો ફિલ્મોમાં આવી પણ નથી કે લગાતાર તેના ચાહનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે.

અનલોક થતા જ સુહાના ફરીથી ન્યુયોર્કમાં પોતાના અભ્યાસ માટે ફરીથી પહોંચી છે અને ત્યાંથી લગાતર પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહી છે.

સુહાના ખાને તાજેતરમાં જ ઇન્સ્ટા એકાઉન્ટ પર પોતાની તસ્વીર શેર કરી છે જેને જોઈને ચાહકો પણ ઘાયલ થઇ ગયા છે. તસવીરમાં સુહાનાએ બ્લેક ડ્રેસ પહેરી રાખ્યો છે અને તેણે કમર પર બેલ્ટ બાંધી રાખ્યો છે.

આ લુકની સાથે સુહાનાએ ગોલ્ડન ચેન અને ઈયરરિંગ પહેર્યા છે અને લાઈટ મેકઅપની સાથે વાળમાં બન બનાવી રાખ્યું છે. સુહાનાંની આ તસવીરો પર કમેન્ટ્સનો વરસાદ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

તસવીર પર અમિતાભની ભાણી નવ્યા નવેલીએ ખુબ પ્રેમ વરસાવ્યો છે અને એક ચાહકે કમેંટ કરતા ‘સુંદર’ લખ્યું છે અને ચાહકો હાર્ટ અને ફાયરવાળી ઈમોજી પણ શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by suhana khan (@suhanakhanhotpic)

Krishna Patel